ગુજરાતી પરિવાર વિખેરાયો! મેસાચ્યુસેટ્સમાં નશાની વેગે લીધા બે નિર્દોષનાં જીવ, દારૂડિયાએ સર્જેલા અકસ્માતમાં માતા-દીકરીનું મો**T

યુએસમાં રહેતો ગુજરાતી પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો, મેસાચ્યુસેટ્સમાં નશાની વેગે બે નિર્દોષનાં જીવ લીધા..મેસાચ્યુસેટ્સમાં થયેલા ગંભીર અકસ્માતમાં મીનાબેન પટેલ નામના ગુજરાતી મહિલાએ આખરે અંતિમ શ્વાસ લીધા છે. આ જ અકસ્માતમાં અગાઉ મીનાબેનની 5 વર્ષની દીકરી ક્રિશાનું પણ મોત નીપજ્યું હતું.

આ ઘટના ત્યારે બની જ્યારે અતુલ પટેલ મેસાચ્યુસેટ્સમાં પોતાના પરિવાર સાથે દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે જઈ રહ્યા હતા. ફ્રેન્કલિનમાં ગ્રોવ અને બીવર સ્ટ્રીટ્સના ઈન્ટરસેક્શન પર મે 24ના રોજ તેમની કાર રોંગ સાઈડમાં આવતી પીક-અપ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ક્રિશા અને તેની મમ્મી કારની બહાર ફંગોળાઈ ગયા હતા, તેમને માથામાં ગંભીર ઈજા થવાની સાથે મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયા હતા. આ અકસ્માત થયો ત્યારે ક્રિશાની હાલત વધારે નાજુક હોવાથી તેને એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડાઈ હતી પરંતુ ગણતરીના સમયમાં જ તેનું મોત નીપજ્યું હતું.

અતુલ પટેલની કારનો જે પીક-અપ ટ્રક સાથે અકસ્માત થયો હતો તેનો ડ્રાઈવર દારૂના નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો, તેના ટ્રકને રોંગ સાઈડમાં આવતો જોઈ અતુલ પટેલે તેની સાથે ટક્કર ના થાય તે માટે પોતાની ગાડી સાઈડમાં લેવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ સ્પીડ વધારે હોવાના કારણે તેઓ અકસ્માત ટાળી નહોતા શક્યા.બાદમાં મીનાબેનની હાલત પણ વધુ ખરાબ હોવાથી સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. મીનાબેનનો દીકરો પણ આ અકસ્માતમાં ઘાયલ થયો હતો અને હાલ પણ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, તેની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી. અતુલ પટેલ પણ આ અકસ્માતમાં ઈન્જર્ડ થયા હતા પરંતુ તેમને પ્રાથમિક સારવાર આપી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા.

અતુલ પટેલની પાંચ વર્ષની દીકરી ક્રિશાનું મોત થયું ત્યારે ફ્રેન્કલિન ટાઉનના લોકોએ ભેગા થઈને તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મીનાબેન પટેલ જલ્દી રિકવર થઈ જાય તેના માટે પણ પ્રાર્થના કરી હતી. નોર્થફોક ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ અને ફ્રેન્કલિન પોલીસ ડિપાર્ટમેન્ટે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મીના પટેલ અને તેમની દીકરીના મોત અંગે દુ:ખ વ્યક્ત કરતા તેમના પરિવારને સાંત્વના આપી હતી.

એટર્ની ઓફિસે એમ પણ જણાવ્યું હતું કે ઓટોપ્સી બાદ મીનાબેનના મોતનું કારણ જાહેર કરવામાં આવશે. આ કેસનો આરોપી હાલ અઢી લાખ ડોલરના બોન્ડ પર જેલમાં બંધ છે અને તેને જૂન 24ના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે. તેણે પોતાનો ગુનો કબૂલવાનો પણ અગાઉ ઈનકાર કરી દીધો હતો અને પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે અકસ્માત વિશે કી યાદ નથી.

Previous Article

વાઘના બચ્ચાને લાડ કરતા જોવા મળ્યા ગીતાબેન રબારી, સફારીની તસવીરો જોઇ યુઝર્સ પણ બોલી ઉઠ્યા- બે શેરની એક જ ફ્રેમમાં...

Next Article

Jio યુઝર્સ માટે ખુશખબરી ! મુકેશ અંબાણી આપી રહ્યા છે કરોડો યુઝર્સને 20GB ફ્રી ડેટા, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો

error: Protected Content!