ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

‘મહારાણી’ ફિલ્મ 1 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ ગઇ છે. ફિલ્મની સ્ટાર-કાસ્ટ માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજય ગોરડિયા, ઓજસ રાવલ તથા ડિરેક્ટર વિરલ શાહની જોડીએ કમાલ કરી દીધી છે.

ફિલ્મ વિષે સંક્ષેપમાં
મહારાણી એ ઘરમાં રહેતી બે ‘રાણીઓ’ની મીઠી-નમી કહાણી છે — એક વર્કિંગ મમ્મી માનસી (માનસી પારેખ) અને બીજી તેના ઘરનું સંચાલન કરતી એવી અઢળક પાવરવાળી કામવાળી રાણી (શ્રદ્ધા ડાંગર). ઘરનું સંચાલન કેટલી મુશ્કેલ છે અને વર્ગભેદ વચ્ચે લાગણીઓ કેવી રીતે ગૂંથાય છે – તે તમામને હાસ્યભર્યા અંદાજમાં રજૂ કરે છે.

કહાની
બેંકમાં નોકરી કરતી માનસી માટે રાણી માત્ર એક નોકરીદારી નથી – તે ઘરના સભ્ય જેવી છે. છતાં, રાણીનું મોડું આવવું, મોબાઈલમાં વ્યસ્ત રહેવું, અને કામમાં થતી ભૂલો એ બંને વચ્ચે ટક્કરો સર્જે છે. ફિલ્મ એક રૅપ સોન્ગથી એનર્જેટિક શરુઆત કરે છે, જેમાં મુંબઈની ગુજરાતી લાઈફ રિપ્રેઝન્ટ થાય છે.

અભિનય
માનસી પારેખ વર્કિંગ વુમન તરીકે સચોટ લાગણી સાથે પાત્ર ભજવે છે. શ્રદ્ધા ડાંગર ઓરિજિનાલિટીની સાથે રસપ્રદ અભિનય કરે છે – હાસ્ય અને લાગણી બંનેને બેલેન્સ કરે છે. ઓજસ રાવલ અને સંજય ગોરડીયા હળવાશ અને કોમેડીનો તડકો આપે છે. અભિનયમાં દરેકે પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે .

દિગ્દર્શન અને ટેકનિકલ પાસાં
વિરલ શાહનું દિગ્દર્શન લોકપ્રિય શૈલીમાં અસરકારક લાગે છે. મ્યુઝિક તાજગીભર્યું છે, ફિલ્મમાં બ્રાન્ડ્સનું પણ પ્રમોશન થયેલુ છે. જો કે જે સારી રીતે કામ કરી ગયુ એ છે શ્રદ્ધા અને માનસીની જમતી કેમિસ્ટ્રી, ઘરેલું જીવંત દ્રશ્યો અને ચપળ સંવાદ, મૌખિક હાસ્ય અને વર્કિંગ-ક્લાસ સંબંધોની રજૂઆત….

મહારાણી એક વાર જોવામાં મજા પડે એવી કોમેડી છે – ખાસ કરીને પરિવાર સાથે જોવી હોય ત્યારે. આમ તો આ ફિલ્મ ઓફિશિયલી મૂળ મરાઠી ફિલ્મ નાચ ગા ઘૂમાની રિમેક છે ને ટાઈટલમાં ક્રેડિટ પણ અપાયુ છે. જો કે એનું ગુજરાતીકરણ ખૂબ સારી રીતે થયું છે. એક્ટિંગ તો બધાની ટોપક્લાસ જ છે, પ્રોડક્શન પણ મસ્ત છે, મુંબઈની ઉંચી ઉંચી બિલ્ડિંગ્સ સ્ક્રીન પર જોવી ગમે છે.

‘મહારાણી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ગુજરાતી દર્શકોએ આ ટ્રેલરને ખૂબ જ પસંદ કર્યું હતું અને તેને ભરપૂર પ્રેમ આપ્યો હતો. ટ્રેલરમાં માનસી અને રાણીની રમૂજી નોંકઝોંક, ઘરેલું વાતાવરણ અને રિલેટેબલ સિચ્યુએશન્સ જોઈને લોકોએ તરત જ ફિલ્મ જોવાનું નક્કી કરી લીધું હતું. ખાસ કરીને વર્કિંગ ફેમિલીઝ અને હાઉસવાઈવ્સમાં આ ટ્રેલરને લઈને ખૂબ જ એન્થુઝિયાઝમ જોવા મળ્યો હતો. ટ્રેલરની સફળતાએ જ ફિલ્મ માટે એક મજબૂત ફાઉન્ડેશન તૈયાર કર્યું હતું. મહારાણી ફિલ્મ નું ટ્રેલર આપ નીચે જોઈ શકો છો.

ગુજ્જુરોક્સ ટીમે શુક્વારે આ ફિલ્મ જોઈ હતી અને અમારી ટીમના રીવ્યુ નું માનીએ તો લગભગ બધા ને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. એકવાર જોવા જેવી ફિલ્મ છે જે તમારી ટિકિટના પૈસા વસુલ કરી આપશે સાથે સારું એવું મનોરંજન સાથે સરસ મેસેજ આપશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!