શું કમોસમી વરસાદ ફરી ગુજરાતને ઘમરોળવા આવી રહ્યો છે ? હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ શું કહ્યું ?

Gujarat Weather Forecast march : હાલ ગુજરાતની અંદર દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં દિવસે કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે આ બધા વચ્ચે જ હવે કમોસમી વરસાદને લઈને પણ આગાહી સામે આવી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં માવઠું થયું હતું અને તેના લઈને રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. જેના કારણે રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારે હવે ફરી માવઠાની આગાહીને લઈને સમાચાર સામે આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, ‘માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ રહેશે. માર્ચથી એપ્રિલ મહિનામાં આંધી વંટોળ, પવનના તોફાનો, વીજળીના ચમકારા, બરફ વર્ષા દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં વધુ રહેશે. મે જૂન મહિનામાં પવનના તોફાનો આંધી વધુ રહેશે. આ આંધીમાં પવન વૈશાખ મહિનાના આંચકાના પવન સાથે એકધારો ફૂંકાશે. માર્ચ અને એપ્રિલમાં એક ધારો પવન ફૂંકાશે, પવનની ગતિના સપાટા વધુ રહેશે. આ વખતે મે મહિનામાં અરબ દેશમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનુ પ્રમાણ વધુ રહેશે.”

તેમને વધુમાં જણાવ્યું કે, “કાળી આંધી કહેવામાં આવે તેની શરુઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમા થઇને કચ્છના ભાગમાં થઇ દેશના ભાગોમા આ આંધી સક્રિય થઇ જશે. આ આંધી અને વંટોળનુ પ્રમાણ મોટા ભાગના આ વર્ષમાં જણાશે. આંધી વંટોળની બાગાયતી પાકો પર વધુ અસર થતી હોય છે. આ સાથે તેની અસર કાચા મકાનો પર પણ અસર થતી હોય છે. આંબાના પાકો પર વધુ અસર થતી હોય છે. ઘણી વખત ઉનાળુ પાક ઉભા હોય તો પડી જવાની શક્યતા રહેતી હોય છે.”

અંબાલાલે જણાવ્યું કે, “આંધી આવે તે સારુ પણ કહેવાય છે. વધુ આંધી આવે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહેતી હોય છે. આ વર્ષ આંધી વંટોળનુ રહેવાની શક્યતા રહેશે.” આ ઉપરાંત એક આગાહી પ્રમાણે 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે.

Niraj Patel