આ સરકારી યોજનામાં વ્હાલી દીકરી ને મળે છે 1 લાખ રૂપિયાની સહાય, આ રીતે કરો આવેદન

શું તમારે ઘરે દીકરી છે? તો ખુશખબરી…સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપે છે, જાણો બધી જ વિગત

ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કન્યાઓ માટે લાભદાયી યોજના “વ્હાલી દીકરી યોજના” શરૂ કરી છે, અને આ યોજના સમાજમાં છોકરીની સામાજિક આર્થિક સ્થિતિને મજબૂત કરવા તેમજ તેમના ડ્રોપ આઉટ રેશિયોને અટકાવવા અને બાળ લગ્ન અટકાવી સમાજમાં હકારાત્મક માનસિકતાના પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે અને છોકરીના જન્મ દરમાં સુધારો કરવાનો છે. ગુજરાત સરકાર રાજ્યની છોકરીઓ માટે આ યોજના ચલાવી રહી છે.

આ યોજના હેઠળ રાજ્ય સરકાર પરિવારની પહેલી અને બીજી દીકરીને શિક્ષણ પ્રોત્સાહન ભાગરૂપે 1 લાખની સહાય આપે છે. જ્યારે છોકરી 18 વર્ષની થાય ત્યારે આ એક લાખની સહાયની રકમ આપવામાં આવશે. લોકો સહાય મેળવવા અને યોજના હેઠળ આપવામાં આવેલી સહાયની રકમ મેળવવા માટે વહાલી દિકરી યોજનાનું અરજી ફોર્મ ભરી શકે છે.અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે આ લિંક પર ક્લિક કરી Vahli Dikri Yojana ફોર્મ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

પરિવારની પહેલી અને બીજી દીકરી જ્યારે ધોરણ Iમાં પ્રવેશ લે ત્યારે તેને 4000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને ધોરણ 10માં પ્રવેશ પર 6000ની સહાય આપવામાં આવે છે. જ્યારે છોકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે લગ્ન અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. જણાવી દઇએ કે, આ યોજના ગરીબ પરિવારની દીકરીઓ માટે છે, જેમની આવક 2 લાખથી ઓછી છે. પરિવારની પહેલી બે છોકરીઓ જ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. જેના માટે અરજદારનું બેંક ખાતું હોવું અને તે આધાર સાથે લિંક પણ હોવું જોઇએ.

આ યોજના તમામ કેટેગરીના લોકો માટે છે, અને યોજના માટે અરજી કરવા અન્ય કોઈ વિશેષ લાયકાતની જરૂર પણ નથી. જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માગે છે તેમની પાસે કેટલાક મહત્વપૂર્ણ જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ, જેમ કે- રહેઠાણનું પ્રમાણ પત્ર, છોકરીનું જન્મ પ્રમાણપત્ર, આઈ પ્રમાણપત્ર, છોકરીની બેંક પાસબુક, છોકરીના માતા-પિતાનો ઓળખ પુરાવો. રસ ધરાવતા પાત્ર ઉમેદવારો Vahli Dikri Yojana એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરીને સરળતાથી અરજી ફોર્મ/નોંધણી ફોર્મ ભરી શકે છે અને યોજનાના લાભો મેળવી શકે છે.

Shah Jina