ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહોંચ્યા દ્વારિકાધીશની શરણે, પત્ની સાથે કરી પૂજા-અર્ચના, જુઓ ખાસ તસવીરો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારિકા દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમને વિશેષ સેવા-પૂજાનો લ્હાવો પણ લીધો હતો. સીએમ વિજય રૂપાણીએ પૂજા અર્ચના દરમિયાન ગુજરાત કોરોના મુક્ત થાય અને લોકોની સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી. તેમની આ પૂજા અર્ચનામાં તેમની સાથે વાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, શ્રીમતી અંજલિબહેન રૂપાણી સહિત અગ્રણીઓ જોડાયા હતા.

સીએમ રૂપાણીએ દ્વારિકા મંદિરની અંદર કરેલી પૂજાની કેટલીક તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં શેર કરી છે. જેમાં તે પોતાની પત્ની સાથે પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. વિજય રૂપાણીએ આ પૂજા કરતી તસવીરો શેર કરવાની સાથે કેપશન પણ લખ્યું છે.

સીમએમ દ્વારા ફેસબુક ઉપર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “દ્વારકા ખાતે શ્રી દ્વારકાધિશજીના ભક્તિભાવ પુર્વક દર્શન કરી પૂજા અર્ચન કર્યાં હતા. શ્રી દ્વારકાધિશની પૂજા કરી ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી. ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં કરી હતી.”


દ્વારિકામાં દ્વારકાધીશના દર્શન અને પૂજા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી શિવરાજપુર બીચ ખાતેની પ્રવાસન સુવિધા અને સિગ્નેચર બ્રીજની કામગીરીની સમીક્ષા કરશે. તેઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેવાના છે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દ્વારકા ખાતે શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની કામગીરીની સમીક્ષા પણ કરી.

ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉત્તમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં કરી હતી.

Niraj Patel