ધંધુકાના માલધારી યુવકની હત્યાના કેસમાં આવ્યો એક નવો વળાંક

ધંધુકાના માલધારી યુવકની હત્યાના મામલામાં પોલીસે પણ હવે તપાસ વધુ ઝડપી બનાવી છે. કિશનની હત્યા પાછળ મુંબઈ અને અમદાવાદના મૌલવીનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે અને તેમના દ્વારા જ કિશનને મારવા માટેના હથિયાર પહોંચાડાયા હોવાની વાત પણ સામે આવી છે.

કિશન હત્યાકાંડ મામલામાં મલવતવાડા, ધંધુકાના રહેવાસી આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને કોઠીફળી, ધંધુકામાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ પઠાણ ઉપરાંત મુખ્ય સૂત્રધાર મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે શબ્બીર અને ઈમ્તિયાઝના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો હથિયાર આપનારા મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના મૌલાનાની પુછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે. જેમાં મૌલાનાનું ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે પણ કનેક્શન જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. મૌલાના સોશિયલ મીડિયા દ્વારા યુવકનો પ્રેરિત કરતો હોવાની વાત પણ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી છે. મૌલાના તેની કટ્ટરવાદી સ્પીચ આપીને યુવાનોને ભડકાવતો હોવાનો ખુલાસો પણ થયો છે.

આ મામલાને લઈને હવે પોલીસે કટ્ટરવાદી સંગઠન અંગે પણ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ધંધુકામાં થયેલા આ હત્યાકાંડની તપાસ કરવામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે ગુજરાત ATS પણ જોડાઈ છે. આ કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવીના નામ સામે આવતા બંને તપાસ એજન્સીઓ દ્વારા તપાસ ઝડપી બનાવવામાં આવી છે.

Niraj Patel