બનાસકાંઠામાં બસ અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, દંપતી અને બાળકો સહીત 5ના મોત અનેક ઘાયલ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બોલેરો અને બસની વચ્ચે અકસ્માતથી એક દંપતી અને તેમના પુત્રો સહીત પાંચ લોકોની મોત થઇ ગઈ છે અને નવથી વધુ ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત સાંજે લગભગ 4:30 વાગ્યે અમિરગઢ શહેર નજીક થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે બોલેરો સાથે ટકરાયેલી બસ રાજસ્થાન રાજ્ય પથ પરિવહનની હતી.અમીરગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. પરમારે કહ્યું, “આ હદસો તયારે થયો જયારે બસ રાજસ્થાનના સિહોરી તરફ જઈ રહી હતી.” પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે બોલેરોનો ડ્રાઇવર હાઈવે પર ખોટી દિશામાં બેદરકારીથી ડ્રાઇવિંગ કરતો હતો અને આ અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું.”

તેમણે કહ્યું કે બોલેરો ડ્રાઈવર દિલીપ ખોખારિયા (32) સિવાય, અન્ય ચાર લોકો પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પરમારે કહ્યું કે આ અકસ્માતમાં બસમાં છ લોકો સહિત નવ વ્યક્તિઓ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ ખોખારિયાની પત્ની મેવલિબેન (28), તેમના બે પુત્રો રોહિત (6) અને ઋત્વિક (3) તરીકે કરવામાં આવી છે.

તે જ સમયે, અન્ય મૃતકને સુંદરીબેન સોલંકી (60) તરીકે ઓળખવામાં આવ્યો છે. તે બધા અમીરગઢ તાલુકામાં ધનપુરાના રહેવાસી હતા.પરમારે કહ્યું, “બોલેરો ડ્રાઇવર ખોટી દિશાથી હાઇવેમાં પ્રવેશ્યો અને તેની કારની બસ સાથે ટકરાઈ ગઈ. બસ અમદાવાદથી સિરોહી જઇ રહી હતી. જોકે બસ ડ્રાઇવરે ટક્કર ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેમાં સફળ થયો નહીં, કેમ કે બોલેરો ખોટી દિશાથી આવી રહી હતી. “

Previous Article

દિગ્ગજ અભિનેતા ઉત્તમ મોહંતીનું થયું નિધન, 66 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સી.એમ માંઝીએ જતાવ્યો શોક

Next Article

હાથમાં ગુલાબ લઇ પુત્ર સાથે બનાવી એવી રીલ કે જેને જોઈ લોકો કેહવા લાગ્યા એવું કે કોમેન્ટ સેકશન કરવું પડ્યું બંધ; જુઓ વીડિયો

error: Protected Content!