વાયરલ

ઘોડી પર બેસતા પહેલા જ ફાટી ગયુ દુલ્હાનું પેન્ટ, પછી જે થયુ તે જોઇ તમે તમારુ હસવું નહિ રોકી શકો, જુઓ વીડિયો

લગ્ન સમયે એવી ઘણી ઘટનાઓ બને છે, જેની તમે ક્યારેય અપેક્ષા પણ ન કરી હોય. વરરાજા તેમના લગ્નમાં શું પહેરવું અને કેવી રીતે જાન લઇને જવુ કે પછી દુલ્હન જોડે કેવી રીતે પહોંચવુ તેની સંપૂર્ણ તૈયારી સાથે આવે છે. કેટલીકવાર કેટલીક ભૂલો થઈ જાય છે, જેના વિશે જ્યારે લોકો જાણતા હોય છે ત્યારે તેઓ દંગ રહી જાય છે. વરરાજા તેના લગ્નમાં શેરવાની કે સૂટ પહેરે છે, પરંતુ વિચારો કે છેલ્લી ઘડીએ વરરાજાના કપડાં ફાટી જાય તો ? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘોડી પર ચઢતા પહેલા વરરાજાનુ પેન્ટ ફાટી જાય છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જાન નીકળવાની થોડીક સેકન્ડ પહેલા વરરાજા સાથે આવો અકસ્માત થાય છે, જેના વિશે જાણતા જ લોકો હસી પડે છે. જો કે, વર માટે આ એક મોટી સમસ્યા છે, કારણ કે વરરાજા લગ્ન માટે ફક્ત એક જ જોડી કપડાં તૈયાર રાખે છે, જે આખા લગ્ન દરમિયાન પહેરે છે. જ્યારે વરરાજા ઘોડી પર ચઢવાનો હોય છે, ત્યારે તેનું પેન્ટ ફાટી જાય છે અને પછી તે ગુસ્સે થઇ જાય છે. તે તેના પરિવારના સભ્યોને બૂમ પાડી કહે છે કે મારું પેન્ટ ફાટી ગયું છે બીજું પેન્ટ લાવો.

ઘોડી પર ચઢતા પહેલા દુલ્હા સાથે આવી ઘટના બને છે. આ વીડિયો જોઇ લોકો હસી રહ્યા છે અને તેની મજાક ઉડાવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો એક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. આ વીડિયોને એક લાખ 60 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને લાખો વખત જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વિડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)