દુલ્હનની માંગમાં સિંદૂર ભરવાનો હતો દુલ્હો, ત્યારે જ બીજી છોકરીએ વરમાળા લઇને લગાવી દીધી છલાંગ, પછી થયું એવું કે… જુઓ વીડિયો

જ્યારે લગ્ન દરમિયાન વરમાળા પહેરાવવાની વિધિ કરવામાં આવે છે, ત્યારે વર અને કન્યાના પરિવારના સભ્યો આનંદ લેવાનું ભૂલતા નથી. સોશિયલ મીડિયાના જમાનામાં ઈન્ટરનેટ પર લગ્નના અનેક અનોખા વીડિયો અને તસવીરો વાયરલ થતી રહે છે. લગ્નની સિઝન શરૂ છે. આ કારણોસર, ઘણા ફની અને રસપ્રદ વીડિયો સામે આવી રહ્યા છે. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે, જેને જોઈને તમે તમારી હસી રોકી શકશો નહીં. વીડિયોમાં એક વર કન્યાની માંગમાં સિંદૂર ભરવા જઈ રહ્યો છે, ત્યારે પાછળથી એક મહિલા તેના હાથમાં વરમાળા લઈને આવે છે અને પછી છલાંગ લગાવી છે. આ દરમિયાન મહેમાનો વિચિત્ર નજારો જોઈને દંગ રહી જાય છે.

વીડિયોમાં વર-કન્યા મંડપમાં બેસીને લગ્નની વિધિ કરતા જોવા મળે છે. વરરાજા હાથમાં સિંદૂર લઈને ઉભો થાય છે કે તરત જ ત્યાં હાજર એક મહિલા વરમાળા લઈને કૂદી પડે છે. જો કે, માળા વરરાજાના ગળામાં પડતી નથી, અને છોકરી ખરાબ રીતે પડી જાય છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે જ્યારે દુલ્હનના ઘરની કોઈ મહિલા વર સાથે ખતરનાક મજાક કરવા માટે આ રીતે દોડતી હોય. વરરાજા પણ આ દરમિયાન ખૂબ જ નર્વસ જોવા મળી રહ્યો હતો.

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘WWE સ્પેશિયલ મોમેન્ટ્સ’. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂઝ પણ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે છોકરી વર સાથે પ્રેમમાં છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. એક યુઝરે લખ્યું, ‘તે એક મજાક હોઈ શકે છે.’

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

અન્ય યુઝરે લખ્યું, ‘આ સંબંધને શું નામ આપવું?’ જ્યારે બીજાએ કોમેન્ટમાં લખ્યું, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ?’ એક યુઝરે કહ્યું, ‘મને લાગે છે કે આ કદાચ લગ્નની વિધિ છે.’ આવી રીતે અનેક લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina