“બિજલી બિજલી” ગીત ઉપર કન્યાની બહેને ડાન્સ ફ્લોર ઉપર આવી ધૂમ મચાવી, ડાન્સ કરતા કરતા મારી આંખ, વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ

હલામાં દેશની અંદર લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ઈન્ટરનેટ અદ્ભુત અને હ્રદયસ્પર્શી વીડિયોથી છલકાઈ ગયું છે, જે ભારતીય લગ્નની ઘેલછાને કેમેરામાં કેદ કરી રહ્યાં છે. જ્યારે આપણે દેશી લગ્નની વાત કરીએ છીએ, ત્યારે આપણે ડાન્સ અને સિઝલિંગ મ્યુઝિકને કેવી રીતે ભૂલી શકીએ? આવો જ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હનની બહેન હાર્ડી સંધુના ‘બિજલી બિજલી’ ગીત પર તેના અદ્ભુત મૂવ્સ સાથે ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવતી જોવા મળી રહી છે.

વીડિયોમાં નિકિતા કપૂર તરીકે ઓળખાતી મહિલા બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે સુપરહિટ અને આકર્ષક ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. સુંદર લહેંગામાં સજ્જ નિકિતાએ પોતાની ઉર્જા, કોર્ડીનેશન સ્ટેપ્સ અને જબરદસ્ત અભિવ્યક્તિ વડે લોકોના દિલ જીતવામાં સફળ રહી. તેણે પોતાના ડાન્સથી લોકોને ચોંકાવી દીધા હતા. થોડીક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનની બહેને તેના ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશનથી લોકોને પ્રભાવિત કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર ફેબ વેડિંગ નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ખૂબ પસંદ કર્યો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘દુલ્હનની બહેને ડાન્સથી આગ લગાવી દીધી. નિકિતા કપૂર આ કેવી ઉન્મત્ત ઊર્જા છે? વચ્ચે તેને આંખ પણ મારી. તેના ઉપરથી નજર હટવાનું નામ જ નથી લઇ રહી.”

 

View this post on Instagram

 

A post shared by Fab Weddings (@fabwedding)

આ વીડિયોને અત્યાર સુધી 16 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે અને 3 લાખ કરતા પણ વધુ લોકોએ આ વીડિયોને જોયો છે. આ વીડિયો ઉપર વરરાજાની સાળીનો ડાન્સ જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા લોકો દુલ્હનની બહેનના આ ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel