વરરાજાના ગળામાં વરમાળા પહેરાવી રહી હતી કન્યા ત્યારે નખરા કરવા લાગ્યો વરરાજા, પછી કન્યાએ લીધો એવો બદલો કે… જુઓ વીડિયો

લગ્નને લઈને ઘણા બધા વીડિયો તમે ઇન્ટરનેટ ઉપર વાયરલ થતા જોયા હશે. ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ, ઘણીવાર લગ્નમાં વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ એવી ધમાચકડી મચાવે છે, જે આપણે પણ જોતા જ રહી જઈએ, તો ઘણીવાર વર કન્યા વચ્ચે એવું કઈ થાય છે જેને જોઈને આપણે પણ હસવા લાગીએ. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરમાળા સેરેમની શરૂ થાય તે પહેલા વર-કન્યા સ્ટેજ પર ઉભા છે. તેમની આસપાસ કોઈ હાજર નથી, જ્યારે મહેમાનો અને સંબંધીઓ સામે ઉભા છે. વરમાળાની વિધિ શરૂ થાય છે ત્યારે જ વરરાજા વરમાળા પહેરવા નખરા કરવાનું શરૂ કરી દે છે. જ્યારે કન્યા હાથમાં માળા લઈને નજીક આવે છે, ત્યારે વરરાજા પાછળ દોડવા લાગે છે, અને કન્યા હસવાનું બંધ કરીને પાછળ હટી જાય છે.

જેના બાદ વરરાજા રાજી થઇ જાય છે અને કન્યા તેના હાથમાં રહેલી વરમાળા વરરાજાને પહેરાવી દે છે. હવે વારી વરરાજાની આવે છે. વરરાજા પોતાના હાથમાં વરમાળા લે છે અને કન્યાને પહેરાવવા માટે આગળ વધે છે, પરંતુ કન્યા પણ ખુબ જ ચાલાક નીકળે છે અને પોતાની સાથે બનેલી ઘટનાનો બદલો લેવાનું વિચારીને તે પણ વરમાળા પહેરવા નખરા કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by I DONT SAY CHEESE (@idontsaycheese)

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને ઘણા લોકો પેટ પકડીને હસવા માટે પણ મજબુર થઇ રહ્યા છે, આ ઉપરાંત ઘણા બધા લોકો કોમેન્ટમાં પણ ટિપ્પણીઓ કરી રહ્યા છે અને વર કન્યાની આવી મસ્તી ભરેલા અંદાજના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર idontsaycheese નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel