વરમાળા પહેરાવતા સમયે વરરાજાએ કન્યાના કાનમાં કહ્યું કંઈક એવું કે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી દુલ્હન, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ઠેર ઠેર લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસ સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યાશરે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ તથા રહે છે, ઘણા વીડિયોમાં લગ્નની ડાન્સ અને મસ્તી જોવા મળે છે, તો ઘણા વીડિયો ભાવુ કરી દેનારા પણ હોય છે.

હાલ એવો જ એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે પણ ભાવુક થઇ જશો. આ વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે ઈન્ટરનેટ યુઝર્સ તેને જોઈને તેમના દિલહારી  રહ્યા છે. વીડિયોમાં વર-કન્યા કંઈક એવું કરે છે જેને ઈન્ટરનેટ યુઝર્સ વારંવાર જોવાનું પસંદ કરે છે.

વીડિયો જોઈને ખબર પડે છે કે લગ્ન સંબંધિત વિધિઓ પૂરી થઈ રહી છે. તમે જોઈ શકો છો કે કન્યાએ તેના વરના ગળામાં વરમાળા પહેરાવી છે. જ્યારે વરરાજા પણ બીજી જ ક્ષણે કન્યાના ગળામાં વરમાળા પહેરાવે છે. વરમાળાની વિધિ પૂરી થયા પછી કંઈક એવું થાય છે કે દુલ્હન રડવા લાગે છે.

વરમાળા વિધિ પૂર્ણ થયા પછી વરરાજાએ તેની કન્યાના કાનમાં હળવાશથી કંઈક કહ્યું, જે સાંભળીને દુલ્હનની આંખમાં આંસુ આવી ગયા. તમે વરને કન્યાને માળા પહેરાવીને તેની પાસે આવતા જોઈ શકો છો, તેના કાનમાં હળવેથી કહે છે, ‘તમે મારું સ્વપ્ન સાકાર કર્યું છે.’ આ સાંભળીને દુલ્હનની આંખમાં આંસુ આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

આ પહેલા દુલ્હા અને દુલ્હન એકબીજાને કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. પાછળથી, વરરાજા તેની કન્યાને ગળે લગાવતો જોવા મળે છે. વર-કન્યાનો આ હૃદયસ્પર્શી વીડિયો wedabout નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયો જોયા બાદ હાર્ટ ઈમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સિવાય ઈન્ટરનેટ યુઝર્સ વીડિયોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે.

Niraj Patel