ના બગી, ના ઘોડી, આ વરરાજા તો JCBમાં જાન લઈને પહોંચ્યો કન્યાને લેવા, વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ આવી હરકતમાં અને કર્યું એવું કે…

આજકાલ લગ્નને લઈને પણ નવા નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે, લોકો પોતાના લગ્નની અંદર કઈ અવનવું કરવા ઈચ્છે છે અને તેમના લગ્નને યાદગાર બનાવવા માંગતા હોય છે. પરંતુ ઘણીવાર પોતાના લગ્નને યાદગાર બનવાના ચક્કરમાં નિયમોનું એવી રીતે ઉલ્લંઘન થઇ જાય છે કે પોલીસ પણ પછી આ લગ્નની મજા બગાડી દેતી હોય છે.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક સિવિલ એન્જિનિયરને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે બુલડોઝરમાં બેસીને વરઘોડો કાઢવો મોંઘો પડ્યો. પોલીસે વરરાજા સહિત બુલડોઝરના ચાલક સામે ગુનો નોંધ્યો છે. શુક્રવારે એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ કેસમાં 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે બુલડોઝરના ડ્રાઈવરે રજીસ્ટ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસનું કહેવું છે કે જેસીબી મશીન કોમર્શિયલ ઉપયોગ માટે છે અને તેનો સાર્વજનિક પરિવહનમાં ઉપયોગ કરી શકાતો નથી. સોશિયલ મીડિયામાં પણ આ વરઘોડાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વરરાજા અને તેમના કેટલાક મિત્રો JCB ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે.

જયારે હાલમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર મકાનો અને સંસ્થાઓ પર બુલડોઝરની કાર્યવાહી હેડલાઇન્સ બની રહી છે. આ દરમિયાન, બેતુલ જિલ્લાના ઝાલર ગામના રહેવાસી અંકુશ જયસ્વાલે મંગળવારે તેમના લગ્નને યાદગાર બનાવવા માટે બુલડોઝરમાં બેસીને વરઘોડો કાઢ્યો હતો. વરરાજા સાથે તેના પરિવારની બે મહિલાઓ પણ બુલડોઝરમાં સવાર હતી.

આ લગ્નના લોકોએ વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં વરઘોડા સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર કર્યા હતા. ઝાલ્લર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક પરાશરે જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે. બેતુલના પોલીસ અધિક્ષક સિમલા પ્રસાદની સૂચના પર, જેસીબી ડ્રાઈવર રવિ બારસ્કર વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધણી નિયમોનું ઉલ્લંઘન. કલમ 39/192(1) હેઠળ રૂ. 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.”

ત્યારે વરરાજા અંકુશ જયસ્વાલે કહ્યું હતું કે, “હું વ્યવસાયે સિવિલ એન્જિનિયર છું અને દિવસભર બુલડોઝર અને બાંધકામ સંબંધિત અન્ય મશીનો સાથે કામ કરું છું. તેથી, મારા મગજમાં વિચાર આવ્યો કે મારે મારા વ્યવસાય સાથે સંકળાયેલા બુલડોઝર પર વરઘોડો કાઢવો ​​જોઈએ. અંકુશે જણાવ્યું કે ઝાલર ગામથી વરઘોડો નીકળીને તેણે કેરપાણી ગામમાં સ્થિત પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં રાત વિશ્રામ કર્યો હતો. બુધવારે તેમના લગ્ન કેસર બાગમાં ધામધૂમથી થયા હતા.

Niraj Patel