મિત્રના લગ્નમાં સાડી પહેરીને આવ્યા બે મિત્રો, માથામાં લગાવી હતી બિંદી, વર-કન્યાના હાવભાવ જોઈને તમે પણ દંગ રહી જશો, જુઓ વીડિયો

ભારતીય મિત્રના લગ્નમાં સાડી પહેરીને આવેલા બે મિત્રોએ આખું સોશિયલ મીડિયા ઘેલું કર્યું, લોકો કરી રહ્યા છે એવી એવી કોમેન્ટ કે… જુઓ વીડિયો

લગ્નનો માહોલ ચાલુ થઇ ગયો છે અને ઠેર ઠેર ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન હવે લગ્નના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા જોવા મળે છે. ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ કેદ થઇ જાય છે કે તેને જોતા જ રહેવાનું મન થાય, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેCs આખી દુનિયાને હેરાન કરી દીધી છે.

લગ્નની ખુશી જેટલી વર-કન્યાને હોય છે તેટલી જ ખુશી તેમના મિત્રોને પણ હોય છે. મિત્રો અને બહેનપણીઓ લગ્ન અગાઉ જ તેમની સાથે જોડાઈ જાય છે અને લગ્નમાં મજા કરવા માટે અને આ લગ્નને ખાસ બનાવવા માટે કેટ કેટલાય પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બે મિત્રોએ જે કર્યું તે ખરેખર કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું.

તમે લગ્નની અંદર મોટાભાગે જોયું હશે કે વરરાજાના મિત્રો શેરવાની કે કુર્તા પહેરીને સામેલ થાય છે. પરંતુ આ વીડિયોમાં વરરાજાના બે મિત્રો સાડી પહેરીને પહોંચે છે. આ બંને યુવકોએ સાડી પહેરી છે, સાથે જ માથા પર બિંદી પણ લગાવી છે અને રસ્તા પર હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યા છે. તેમને જોઈને વર કન્યા પણ ચોંકી ઉઠે છે. તેમના હાવભાવ પણ જોવા જેવા છે.

વરરાજાએ જયારે તેમના બંને મિત્રોને સાડીમાં સજ્જ જોયા ત્યારે તે પણ પેટ પકડીને હસવા લાગ્યા, તો બીજી તરફ દુલ્હન પણ હેરાન રહી ગઈ હતી. આ વીડિયો અમેરિકાના શિકાગોનો છે. જેમાં શિકાગીમાં રહેવાવાળા એક ભારતીય કપલના લગ્ન હતા. આ લગ્નમાં અમેરિકામાં રહેતા તેના મિત્રો આ ભારતીય પતિ પત્નીને સરપ્રાઈઝ આપવા માટે સાડી પહેરીને આવ્યા હતા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર પેરાગોન ફિલ્મ્સ શિકાગો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો જોઈ ચુક્યા છે અને લોકો ઢગલાબંધ કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “એક સામાન્ય લગ્નની સવાર, જેમાં વરરાજાના 2 મિત્રો મિશગન એવન્યુમાં સાડીમાં ફરી રહ્યા હતા.”

Niraj Patel