ભાવનગરમાં વરરાજાને ફુલેકામાં ઘોડીનો શોખ પડ્યો ભારે, આજીવન રહેવું પડશે પથારીમાં, જુઓ વીડિયો

લગ્નમાં ઘોડી પર  બેસતા પહેલા સાવધાન ! વરઘોડામાં ઘોડીને કુદાવવી પડી ભારે, વરરાજાને આજીવન રહેવું પડશે પથારીમાં, સારવારનો ખર્ચ થશે લાખોમાં,  જુઓ વીડિયો

Groom fell from the horse : હાલ દેશભરમાં  લગ્નનો માહોલ ચાલી  રહ્યો છે અને લગ્નના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં  ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ઘણીવાર ચાલુ લગ્નની અંદર જ કોઈ એવી ઘટના બનતી હોય છે કે લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. ત્યારે ખાસ કરીને વરઘોડા દરમિયાન આવી ઘટનાઓ તમે બનતા જોઈ હશે. હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરરાજાનો ઘોડી સાથે એવો અકસ્માત થયો કે હવે સારવારમાં જ લાખોનો ખર્ચ થઇ જશે.

આજીવન પથારીવશ :

આ ઘટના સામે આવી છે ભાવનગરના હાડાટોડા ગામમાંથી. જ્યાં ગત 24 ફેબ્રુઆરીના રોજ ફુલેકામાં એક વરરાજા ઘોડીમાં બેસીને ફરી રહ્યો હતો. પરંતુ એ દરમિયાન જ વરરાજા ઘોડી સાથે ઊંધા માથે પછડાયો હતો. જેમાં વરરાજા ગંભીર રીતે ઘાયલ થયો. તેના મણકા અને પાંસળી પણ ભાંગી ગઈ છે. હાલ નવ લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ આવશે તેવી પણ શક્યતા છે. સાથે જ વરરાજાને હવે આજીવન પથારીવશ રહેવું પણ પડી શકે છે.

વાયરલ થયો વીડિયો :

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વરરાજા ઘોડી પર બેઠેલો જોવા મળી રહ્યો છે. ઘોડીનો માલિક વરરાજાને ઉપર જ બેસાડીને ડાન્સ કરાવતો જોવા મળે છે. આ દરમિયાન એક ખાટલા પર ઘોડીને નચાવવા માટેની તૈયારીઓ થઇ રહી છે. ઘોડી કેટલી ઊંચી કુદે છે તે બતાવવા માટે કેટલાક લોકો ખાટલાને ઊંચે સુધી ઊંચકી રાખે છે. ઘોડી પણ વારંવાર ખાટલા આગળ આવીને કુદે છે.

9 લાખ જેટલો ખર્ચ :

પરંતુ આ દરમિયાન ખાટલાને લોકો વધુ ઊંચો કરે છે અને જેવો જ ઘોડીનો મલિક ઘોડી લઈને ખાટલાની નજીક આવે છે અને ઘોડી  કૂદવા માટે જાય છે કે ઘોડી અને વરરાજા ઊંધા માથે પટકાય છે. વરરાજા ઘોડીની નીચે આવી જાય છે અને દબાઈ જાય છે.  જેના બાદ તાત્કાલિક 108ને બોલાવવામાં આવે છે અને વરરાજાને હોસ્પિટલ લઇ જવામાં આવે છે.

Niraj Patel