લગ્નની અંદર તૂટ્યું છોકરીનું દિલ, કન્યા સામે જ બગાડવા લાગી મોઢું, જુઓ દુલ્હા નું શું હતું રિએક્શન તે વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં અવાર નવાર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ લગ્નના વીડિયો તો સતત વાયરલ થતા જોવા મળે છે. લગ્નની અંદર વર કન્યાની મઝાક મસ્તી કયારેક વાયરલ થતી હોય છે તો ક્યારેક લગ્નના અવનવા રિવાજો પણ વાયરલ થતા જોવા મળે છે. ઘણા વીડિયો હેરાન કરી દેનારા પણ હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વર કન્યા લગ્ન બાદ સ્ટેજ ઉપર બેઠા છે અને તે જ સમયે તેમના સગા સંબંધીઓ અને મિત્રો ભેટ આપવા માટે આવે છે. ભેટ આપવા દરમિયાન જ વરરાજાની જૂની પ્રેમિકા પણ લગ્નમાં આવી હોય છે અને તે પણ વરરાજને ભેટ આપવા માટે સ્ટેજ ઉપર આવે છે.

સ્ટેજ ઉપર વરરાજાને ભેટ આપવા જતા જ તેના ચહેરાના હાવભાવ કેમેરામાં કેદ થઇ જાય છે અને આ ઘટનાનો વીડિયો પણ કોઈ ત્યાંથી બનાવી લે છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન કન્યા પણ તે  યુવતીને જોઈ રહી છે, તેના હાવ ભાવ પણ જોવા લાયક છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાને એક પેકેટમાં ગિફ્ટ આપી અને યુવતી કઈ બોલ્યા વગર જ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય છે. આ દરમિયાન તેના ચહેરા ઉપરની ઉદાસી સ્પષ્ટ નજરે આવી જાય છે જેના કારણે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો છે.

Niraj Patel