દુલ્હનની માંગ ભર્યા પહેલા જ ઉજડી ગયુ સિંદુર, સાત ફેરા પહેલા થઇ દુલ્હાની મોત- બંને પરિવારોમાં મચી ગયો કોહરામ

લગ્નના ફેરા પહેલા જ દુલ્હાની મોત, જે ફૂલ સહેરો સજાવવા મંગાવ્યા હતા તેને જ અર્થી પર સજાવ્યા- જાણો સમગ્ર મામલો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અચાનક મોતના મામલાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર હાર્ટ એટેક કારણ હોય છે તો ઘણીવાર કોઇ અકસ્માત. છેલ્લા કેટલાક દિવસમાં જ ગુજરાતમાંથી ઘણા યુવકોના હાર્ટ એટેકને કારણે મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ઘણીવાર મોતના એવા કિસ્સા સામે આવે છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ચાલતો હોય અને ત્યાં કંઇ એવી ઘટના ઘટે કે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જાય છે. હાલમાં ઝાલાવાડમાં એક લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ.

લગ્ન પહેલા જ દુલ્હાનું કરંટ લાગવાને કારણે મોત થઇ ગયુ. આ ઘટના ખાનપુરના ઓદપુર ગામની છે, જ્યાં દુલ્હાની મોત બાદ પરિવાર અને દુલ્હનના ઘરમાં કોહરામ મચી ગયો. રીપોર્ટ અનુસાર, 27 વર્ષિય બહાદુર સિંહ સવારે ખેતર પર પાણીની મોટર બંધ કરવા ગયો હતો. મોટરમાં કરંટ આવવાને કારણે તે ત્યાં જ બેહોંશ થઇ ગયો અને જ્યારે તે ઘણીવાર સુધી ઘરે પરત ન આવ્યો ત્યારે તેનો ભાઇ તેને જોવા ખેતરે પહોંચ્યો. બહાદુર સિંહ ટ્રાંસફોર્મર પાસે પડેલો હતો,

આ જોઇ તેનો ભાઇ તરત જ તેને લઇને કોટા જિલ્લાના સાગોદ સીએચસી લઇ ગયો, જ્યાં ડોક્ટરે દુલ્હાને મૃત જાહેર કર્યો. જણાવી દઇએ કે, તેના લગ્ન થવાના બતા અને ઘરે પણ મહેમાન પહોંચી ચૂક્યા હતા. બહાદુર સિંહના પરિવારજનો અનુસાર, 22 ફેબ્રુઆરી એટલે કે આજે કોટામાં ખુશબુ કુમારી મીણા નામની યુવતિ સાથે તેના લગ્ન થવાના હતા. લગ્નને લઇને દુલ્હા-દુલ્હન ઘણા ખુશ હતા. બંનેના ઘરમાં લગ્નની જોરદાર તૈયારીઓ થઇ રહી હતી. પરિવારમાં મોટો હોવાને કારણે દુલ્હા બહાદુર સિંહ પર ઘણી જવાબદારીઓ પણ હતી.

પ્રતિકાત્મક તસવીર

દુલ્હાના પિતાની મોત 17 વર્ષ પહેલા થઇ હતી અને તે 10માં સુધી અભ્યાસ બાદ ગામમાં ખેતી કામ કરતો હતો. જેવી જ દુલ્હાની મોતની ખબર ઘરમાં મળી તો સન્નાટો છવાઇ ગયો અને દુલ્હનના ઘરમાં પણ કોહરામ મચી ગયો. ત્યારે જાન લઇ જવાની જગ્યાએ દુલ્હાના અંતિમ સંસ્કારની તૈયારી ચાલુ થઇ. દુલ્હાનો સહેરો સજાવવા માટે જે ફૂલ મંગાવવામાં આવ્યા હતા, તે જ ફૂલોથી અર્થી સજાવવામાં આવી.

Shah Jina