Groom Dies After Suhagrat : દરેક વ્યક્તિ માટે તેના લગ્નની પહેલી રાત ખુબ જ ખાસ હોય છે અને આ સુહાગરાત માટે દંપતી ખાસ તૈયારી પણ કરતા હોય છે. પરંતુ જો લગ્નની સુહાગરાત મનાવ્યા બાદ જ વરરાજાનું મોત થાય તો ? હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેને સૌના હોશહ ઉડાવીને રાખી દીધા છે. જેમાં લગ્નની સુહાગરાત પૂર્ણ થયાના બીજા જ દિવસે વરરાજાનું મોત થયું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ હેરાન કરી દેનારી અને દર્દનાક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાંથી. જ્યાં સુહાગરાતના બીજા જ દિવસે વરરાજાનું મોત થયું હતું. લગ્નના બીજા જ દિવસે વરરાજાના મોતથી ઘરમાં શોકનો માહોલ ફરી વળ્યો અને કન્યા બેભાન થઈ ગઈ હતી. આંખના પલકારામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. જ્યારે કન્યાને હોશ આવ્યો, ત્યારે તે એક જ વાત પૂછી રહી હતી કે “આમાં મારો શું વાંક હતો, મારી સાથે આવું કેમ થયું ?”
મળતી માહિતી મુજબ, ઘટના જિલ્લાના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કંસ ગામની છે. જહાંના રહેવાસી જાનવેદના 21 વર્ષીય પુત્ર સોનુના લગ્ન કિશ્ની પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા સદા સોજ ગામની રહેવાસી આરતી સાથે 11 મેના રોજ નક્કી થયા હતા. નિયત મુહૂર્ત અનુસાર, સોનુનો આખો પરિવાર વરઘોડો લઈને કિશ્નીના હનુમાનગઢી સ્થિત લગ્ન ઘરે પહોંચ્યો અને ધામધૂમથી લગ્ન કર્યા.
જેના બાદ 12 મેના રોજ તે તેની પત્નીને વિદાય કરીને ઘરે આવ્યો હતો. સાથે જ નવી પરણેલી પુત્રવધૂના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરે સગા-સંબંધીઓનો ધસારો જોવા મળ્યો હતો. બધા એકસાથે લગ્નની ઉજવણી કરી રહ્યા હતા કે આ દરમિયાન એક અઘટિત ઘટના બની અને લગ્નની ખુશી એક ઝટકામાં માતમમાં ફેરવાઈ ગઈ. શનિવારે મોડી સાંજે સોનુ ઇન્વર્ટરનું વાયરિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને વીજળીનો કરંટ લાગ્યો અને તે જમીન પર બેભાન થઈ ગયો.
પતિને જમીન પર પડતા જોઈ પત્નીએ બૂમો પાડવાનું શરૂ કર્યું. પુત્રવધૂના રડવાનો અવાજ સાંભળીને આખો પરિવાર દોડી આવ્યો અને ઉતાવળમાં સોનુને મેડિકલ કોલેજ, સૈફઈ લઈ ગયા. જ્યાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ સોનુના મોતના સમાચાર સાંભળીને આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને પત્ની બેહોશ થઈ ગઈ હતી.