મહેંદીની રાત્રે જ કન્યાને વરરાજાએ આપી એવી શાનદાર સરપ્રાઈઝ કે ખુશીથી ઝૂમી ઉઠી દુલ્હન, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ  ચાલી રહ્યો  છે અને ઘણા યુવાનો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને પણ ઘણા બધા વીડિયો વાયરલ થતાં રહે છે, જેમાં ઘન વીડિયો એવા હોય છે જે આપણા ચહેરા ઉપર પણ સ્મિત લાવી દે છે. હાલના સમયમાં લગ્નની પ્રથા પણ બદલાઈ છે અને ઘણા લોકો લગ્નમાં કઈ અવનવું કરવા ઈચ્છે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક સુંદર વીડિયો સામે આવ્યો છે. લવ મેરેજ હોય ​​કે એરેન્જ્ડ મેરેજ, બંનેમાં વરરાજા પોતાની દુલ્હનને પ્રપોઝ કરતા જોવા મળે છે  એક રીતે જોઈએ તો હવે આ લગ્નનો રિવાજ બની ગયો છે. સગાઈ દરમિયાન પણ ઘણા વર-કન્યા એકબીજાને પ્રપોઝ કરીને પોતાના સંબંધો પર મહોર લગાવી દે છે. તે લગ્ન પહેલાના શૂટનો એક ભાગ બની જાય છે.

મહેંદીની રાતનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, મહેંદીની રાત્રે વર તેની ભાવિ કન્યા માટે શું કરે છે તે જોઈને દુલ્હન તેનું દિલ હારી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન પહેલા મહેંદી સેરેમની કરવામાં આવી છે. તમે દુલ્હનના હાથ પર મહેંદી જોઈ શકો છો. આ ખાસ અવસર પર વરરાજા તેની દુલ્હનની આંખ પર પટ્ટી બાંધીને એક ખાસ જગ્યાએ લઈ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર Reels Video તરીકે અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા સમજી શકી નથી કે વરરાજા તેને ક્યાં લઈ જઈ રહ્યો છે. જો કે, તે ત્યાં પહોંચતા જ વરરાજા તેને એટલું સુંદર સરપ્રાઈઝ આપે છે કે તે ખુશીથી ઝૂમવા લાગે છે. તમે જોઈ શકો છો કે વરરાજા તેની કન્યાને બગીચાના ચોક્કસ વિસ્તારમાં લઈ જાય છે. આ વિસ્તારને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો છે. આ પછી, વરરાજા તેના ઘૂંટણ પર બેસી કન્યાને વીંટી પહેરાવે છે. વરરાજા આવું કરતાં જ કન્યા ખુશ થઈ જાય છે. આ વીડિયો દુલ્હનિયા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

Niraj Patel