કન્યાને ઊંચકીને સ્ટેજ ઉપરથી ચાલવા લાગ્યો વરરાજા, ચહેરા ઉપર જોવા મળ્યું કંઈક એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોની અંદર લગ્નના અવનવા રિવાજો જોવા મળે છે, તો કેટલાક વીડિયોમાં વર કન્યાની ક્યૂટ ક્યૂટ મસ્તી, તો ઘણા વીડિયોમાં વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ દ્વારા એવી એવી હરકતો કરવામાં આવે છે કે તે જોવાની ખુબ જ મજા આવતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં વરરાજા કન્યાને સ્ટેજ ઉપરથી ઉતરી અને નીચે ચાલવા લાગે છે, આ વીડિયોની અંદર વરરાજાના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી રહી છે, તેને લઈને આખો જ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા સ્ટેજ ઉપર ઉભા છે જેના બાદ એક રિવાજ અનુસાર વરરાજા કન્યાને ઊંચકી લે છે, અને તે સમયે જ વરરાજાના ચેહરા ઉપર એક ગજબની સ્માઈલ આવી જાય છે. વરરાજા કન્યાને સ્ટેજ ઉપરથી લઈને નીચે ઉતરે છે અને ફોટોગ્રાફર ફોટો ક્લિક કરતા જોવા મળી રહ્યા છે.


આ વાયલર વીડિયોની અંદર ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. અને ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વરરાજાની સ્માઈલ કેટલાય લોકોને ખુબ જ પસંદ આવી છે તો ઘણા લોકો કોમેન્ટમાં એમ પણ જણાવી રહ્યા છે કે આ કપલ વચ્ચે કેટલો શાનદાર પ્રેમ જોવા મળી રહ્યો છે.

Niraj Patel