દુલ્હન એવી જીદે ચઢી કે તેનો થનારો પતિ જાન લઇને હેલિકોપ્ટરમાં જ આવે પછી દુલ્હાએ કર્યુ એવું કે જોઇને દુલ્હન તો રાજીના રેડ થઇ ગઇ

કન્યાએ જીદ કરી કે મારો પતિદેવ કારમાં નહીં, હેલિકોપ્ટરમાં જાન લઈને આવે…તો વરરાજાને અધધધ લાખ ખર્ચી દીધા- જુઓ

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નોમાં ઘણા લોકો ઘણો ખર્ચ કરી પોતાના દીકરા કે દીકરીઓને પરણાવતા હોય છે અને આનું ઉદાહરણ તમે હાલ ગુજરાતના રાજકોટના ઉદ્યોગપતિ કે જેમના દીકરાના લગ્ન ઉમેદભવન પેલેસમાં થઇ રહ્યા છે, તે ઘણા ચર્ચામાં છે. તમે લગ્નમાં ઘણો ઠાઠ માઠ અને લક્ઝુરિયસ કારો જોઇ હશે પરંતુ હાલ જે લગ્ન ચર્ચામાં આવ્યા છે, તે અનોખા છે. લગ્નમાં કન્યા દ્વારા એવી જીદ કરવામાં આવી કે કે પરણીને સાસરે જશે તો હેલિકોપ્ટરમાં જ જશે અને તેની આ ઇચ્છા તેના ભાવિ પતિ દ્વારા પૂરી પણ કરવામાં આવી રહી છે.

હવે લક્ઝુુરિયસ કારોને છોડી હેલિકોપ્ટરમાં જાન લઇને આવવાનો ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. આ પહેલા પણ એવા અનેક કિસ્સા આવ્યા છે જેમાં વરરાજા તેની દુલ્હનને લેવા હેલિકોપ્ટરમાં આવ્યો હોય ત્યારે હાલ આવો કિસ્સો ગુજરાતના પાલનપુરના ડિસામાં બન્યો છે. એક પઢિયાર પરિવારની દીકરી જીદે ચઢી હતી કે તેનો દુલ્હો જાન લઇને હેલિકોપ્ટરમાં આવે. હેલિકોપ્ટરમાં જાન આવતા જ આજુબાજુના લોકો પણ ત્યાં ઉમટી પડ્યા હતા.

રાજસ્થાનના આબુ રોડ ખાતે રહેતા માલી સમાજના એક પરિવારે તેમના દીકરાના શાહી લગ્ન કર્યા છે. સુરેન્દ્ર રાઠોડ પોતાની દુલ્હનને લેવા માટે બનાસકાંઠાના ડીસા ખાતે આવ્યો હતો અને તે જાન લઇને હેલિકોપ્ટરમાં આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતા જ આજુબાજુુ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્ર રાઠોડની દુલ્હને જીદ પકડી હતી કે લગ્ન કરવા માટે તેનો ભાવિ પતિ હેલિકોપ્ટરમાં જાન લઇને આવે, ત્યારે ફિયાન્સીની આ જીદને પૂરી કરવા માટે તેણે 20 લાખનો ખર્ચ કર્યો અને તે ભાડે હેલિકોપ્ટર લઇ ડીસા આવ્યો. આ હેલિકોપ્ટરનું લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યુ હતુ.

Shah Jina