વરરાજા અને કન્યા પ્રેમ લગ્ન કરીને જઈ રહ્યા હતા ઘરે, અચાનક રસ્તે બન્યું એવું કે… ભાઈ રસ્તા વચ્ચે કન્યાને ધીબવા લાગ્યો

આજના સમયમાં મોટાભાગના લોકો મન ગમતું જવન સાથી પસંદ કરવા માંગતું હોય છે. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રેમ લગ્નથી લોકો નારાજ થયેલા જોવા મળે છે. ચોરી છુપે લગ્ન પણ કરી લે તો પણ પ્રેમ લગ્નથી નારાજ થયેલા લોકો કોઈને કોઈ રીતે હેરાનગતિ કરતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં ગંભીર પરિણામો પણ આવતા આપણે જોયા છે.

હાલ એવી જ એક ઘટના મધ્ય પ્રદેશના રિવામાંથી સામે આવી રહી છે, જ્યાં પ્રેમ લગ્નથી નારાજ થયેલા વરરાજાના ભાઈએ કન્યાને રસ્તાની વચ્ચે ઢોર માર માર્યો જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે.

આ સમગ્ર ઘટના ચોરહટા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોહિની ગામની છે. અહીંયા રહેવા વાળા રવિરાજ સિંહ ચૌહાણનો એક યુવતી સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પરંતુ તેના પરિવારજનો લગ્ન માટે મંજૂરી નહોતા અપાઈ રહ્યા.

જેના બાદ યુવકે તાણી તળાવ સ્થિત મંદિરમાં જઈને યુવતી સાથે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ તે બંને સ્કૂટર દ્વારા પોતાના ગામ આવી રહ્યા હતા. ત્યારે જ ગામના હનુમાન મંદિરની નજીક વરરાજાનો ભાઈ વિજય બહાદુર સિંહે તેને ઉભો રાખ્યો.

પ્રેમ લગ્નથી નારાજ થયેલા તેના ભાઈએ કન્યા સાથે મારઝૂડ શરૂ કરી દીધી. જેના બાદ મોટો હોબાળો મચી ગયો. સ્થાનિક લોકોએ વચ્ચે પડી અને મામલો શાંત કરાવ્યો. જયારે વરરાજાનો ભાઈ કન્યાને મારી રહ્યો હતો ત્યારે વરરાજા બાજુમાં ઉભો રહીને જોતો રહ્યો.

કન્યા સાથે મારઝૂડ કરવાનો વીડિયો પણ સ્થાનિક લોકકોએ બનાવી લીધો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કન્યાએ વરરાજા સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદ નોંધ્યા બાદ તેમને સારવાર માટે મોકલી દીધા છે.

તો આ બાબતે રિવાના એએસપી શિવકુમાર  વર્માનું કહેવું  છે કે યુવકના ઘરવાળાની પરવાનગી વગર બંનેએ લગ્ન કર્યા હતા. જેના ઉપર વરરાજાના ભાઈએ મારઝૂડ કરી હતી. પોલીસ હવે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં લાગી ગઈ છે.

Niraj Patel