લાંબીકન્યાને જોઇ શરમાઇ ગયો નાનો વરરાજા, ખોળામાં ઉઠાવીને નીચે મૂકતા જ નીકળી ગઇ ચીસઃ જુઓ વીડિયો

ઘણીવાર આપણે જોયુ છે દુલ્હા-દુલ્હની અલગ જોડી જોવા મળતી હોય છે. ત્યારે પાર્ટીમાં આવનાર મહેમાનોની નજર તેમના પર જ ટકેલી હોય છે. આટલું જ નહીં, જ્યારે વરરાજા એન્ટ્રી લે છે, ત્યારે મહેમાનો તેમને જોઈને ચોક્કસપણે તેમની વચ્ચેની સુંદરતાની પ્રશંસા કરે છે. જો કે, વર-કન્યામાંથી કોઈ પણ ઊતરતી કક્ષાનું હોય તો પણ તેઓ કંઈ કહેવાથી પાછીપાની કરતા નથી. આવું જ કંઈક એક લગ્નમાં થયું, જ્યારે ઉંચી કન્યાએ તેના ભાવિ પતિને ખોળામાં લીધો. વરરાજા તેની દુલ્હન કરતાં થોડો નાનો દેખાઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક લાંબી દુલ્હન સ્ટેજ પર આવે છે તો વરરાજા તેને જોઈને હસવા લાગે છે. જ્યારે કન્યા તેના ભાવિ પતિને તેના ખોળામાં લે છે ત્યારે સૌથી મજાની રીત જોવા મળે છે. જો કે થોડીવાર બાદ વરરાજાના મોઢામાંથી ચીસ નીકળી જાય છે.

જ્યારે દુલ્હને પણ નાના કદના વરને પોતાના ખોળામાં ઉપાડ્યો ત્યારે તે ફોટો પડાવવા માટે લાંબો સમય ઉભી રહી હતી. આ દરમિયાન વરરાજા પણ શરમાઇ ગયા હતા. ત્યારબાદ દુલ્હન તેને સ્ટેજ પર નીચે ઉતારે છે. બંનેની પ્રતિક્રિયા જોવા જેવી હતી.લગ્નમાં વર-કન્યાની આવી જોડી ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે મહેમાનો તો આ જોડી જોઈ તેઓ દંગ રહી ગયા હતા.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ‘ક્યુટ, તેને ટેગ કરો જે આ જોવા માંગે છે’. ઘણા યુઝર્સે પણ આ વિડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

Shah Jina