દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે જો કે આજકાલ સોશિયલ મીડિયાએ બધું બગાડી નાખ્યું છે. રીલ્સ માટે દુલ્હા-દુલ્હન ઘણીવાર હદ પાર કરતા પણ જોવા મળે છે.

ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હો અને દુલ્હન એકબીજાને વરમાળા પહેરાવી રહ્યા છે. દુલ્હન પહેલાથી જ તેના દુલ્હાને વરમાળા પહેરાવી ચૂકી છે. જો કે વરરાજા કન્યાને જ્યારે માળા પહેરાવવા જઈ રહ્યો હોય છે ત્યારે તે સ્ટેજ પર દુલ્હન પાસે કિસની માંગ કરે છે.

જો કે દુલ્હન માથું હલાવીને ના પાડે છે પરંતુ વરરાજા સંમત થતો નથી અને અડગ રહે છે. આ પછી દુલ્હન પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. દુલ્હન સંમત થાય છે, અને વરરાજા બધાની સામે કન્યાને કિસ કરે છે. આ પછી દુલ્હન શરમ અનુભવે છે. આ વીડિયો X પર શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘ભાઈ, તમારે થોડી ધીરજ રાખવી જોઈતી હતી, તમને રાતે તો મળી જ જતુ.’
Thoda sabar kar leta bhai, raat ko to milta hi 🥲 pic.twitter.com/0TupVsSHgt
— Kiara (@Kiaraz) March 16, 2025