હવે તો દરેકના હાથમાં ફોન હોય છે, ને એટલે જ જ્યારે પણ લોકો કંઈક નવું કે અલગ જુએ ત્યારે તરત જ ઇન્ટરનેટ પર શેર કરી તેને વાયરલ કરી દે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે લગ્નનો છે, પરંતુ તે વીડિયો ફક્ત લગ્નના સ્થળ અને પરિસ્થિતિને કારણે વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે જો કંઈક ખોટું થાય છે, તો લગ્ન થોડા દિવસો માટે કેટલાક લોકો મુલતવી રાખે છે, પરંતુ અહીં એવું કંઈ થયું નથી.
વીડિયોમાં જોવા મળે છે કે વરરાજાના પગ તૂટી ગયા છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ લગ્ન નથી અટક્યા. હોસ્પિટલમાં દાખલ વરરાજા સંપૂર્ણપણે તૈયાર બેડ પર સૂતો છે અને કન્યા પણ ત્યાં હાજર છે અને તેમના લગ્ન થઈ રહ્યા છે. આ વીડિયો ક્યારેનો છે તે વિશે કોઈ માહિતી નથી સામે આવી પરંતુ તે ચોક્કસપણે વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ghoshpampa165 નામના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું – લગ્ન કરવાની આટલી ઉતાવળ કેમ હતી. બીજા યુઝરે લખ્યું – વરરાજામાં ધીરજ નહોતી. અન્ય એક યુઝરે લખ્યું – તેને ચોક્કસ સરકારી નોકરી મળશે. બીજા એકે લખ્યું – ગમે તે થાય પણ લગ્ન નહિ અટકે. જ્યારે એકે લખ્યું – કિસ્મત વાળો છે કે પૈસા વાળો.
View this post on Instagram