સૂર્ય ગોચર 2025: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને રાજા સમાન માનવામાં આવે છે. તે આત્મવિશ્વાસ, નેતૃત્વ શક્તિ અને ઊર્જાનો પ્રતિક છે. આ વર્ષે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ સૂર્ય પોતાના ઘર સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સવારે 1.54 કલાકે થનારા આ ગોચરને ખૂબ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તે 12 રાશિઓના જીવનમાં સીધો બદલાવ લાવશે.
જો કે, આ પરિવર્તન ખાસ કરીને 4 રાશિઓ માટે અતિ શુભ સાબિત થશે. તેમની કારકિર્દી, આર્થિક પરિસ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠા ત્રણેયમાં વૃદ્ધિ જોવા મળશે.

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે સૂર્યનો આ ગોચર ચોથા ભાવને પ્રભાવિત કરશે. આ ભાવ માતા-પિતા, ઘર અને મિલકત સાથે સંકળાયેલ છે. આ સમયગાળા દરમિયાન ઘરમાં સુખ-શાંતિ રહેશે, પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે અને મિલકત સંબંધિત કાર્યોમાં લાભ થશે. નોકરી કરનાર લોકોને પણ ઓફિસમાં પ્રશંસા મળશે.

કન્યા રાશિ: સૂર્ય સીધો જ કન્યા રાશિમાં પ્રવેશ કરવાને કારણે આ રાશિના લોકો માટે સમય અતિ શુભ છે. જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે, વ્યક્તિત્વમાં આકર્ષણ આવશે અને કારકિર્દીમાં નવી તક મળશે. સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે. આ સમય પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાવવાનો સોનેરી મોકો બની શકે છે.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર 11મા ભાવને સક્રિય કરશે, જે લાભ અને મિત્રતા સાથે જોડાયેલ છે. આ દરમિયાન આવક વધશે, નવો બિઝનેસ કોન્ટેક્ટ મળશે અને સામાજિક નેટવર્ક મજબૂત બનશે. જૂના મિત્ર કે સહયોગીથી અચાનક મોટો લાભ મળવાની સંભાવના છે.

મકર રાશિ: મકર રાશિના લોકો માટે આ ગોચર નવમા ભાવને અસર કરશે. આ ભાવ ભાગ્ય, ધર્મ અને ઉચ્ચ શિક્ષણનો છે. અટકેલા કામો પૂર્ણ થશે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરવા તક મળશે. વિદેશ યાત્રા અથવા ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય સમય રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
