ગ્રહોના રાજા બતાવશે રૌદ્ર સ્વરૂપ, સૂર્યગ્રહણ પહેલા સૂર્ય ગોચર 4 રાશિઓ માટે લઈ આવશે ખતરનાક સમય, ચારે બાજુથી આવશે મુશ્કેલીઓ !

વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે થવાનું છે, પરંતુ તેના ચાર દિવસ પહેલાં એટલે કે 17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ બે મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓ એક પછી એક ઘટતા જતાં તેમનો પ્રભાવ અનેક રાશિઓ પર ગંભીર રીતે જોવા મળી શકે છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને તેનું ગોચર કે ગ્રહણ સામાન્ય રીતે દરેક રાશિ માટે કોઈને કોઈ પ્રકારનું પરિણામ આપે છે. પરંતુ આ વખતે ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય અત્યંત કઠિન સાબિત થઈ શકે છે.

વૃષભ: રાશિના લોકો માટે આ સમય સરળ નહીં રહે. સૂર્યના ગોચર અને પછી થતા ગ્રહણના કારણે વરિષ્ઠો સાથે અણબનાવ થવાની સંભાવના રહેશે. થોડી સાવચેત ભાષા વાપરવી જરૂરી છે કારણ કે બોલી પરથી તણાવ ઊભો થઈ શકે છે. નાણાકીય નુકસાનની શક્યતાઓ સાથે મળેલી તકો હાથમાંથી સરકી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે.

મકર: રાશિના જાતકો માટે પણ આ ગોચર તણાવનું કારણ બની શકે છે. પરિવારમાં ઝઘડા અને અશાંતિ વધે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આર્થિક સ્થિતિ પર દબાણ આવશે અને આવક ઘટી શકે છે. આવા સમયમાં સમજદારીપૂર્વક વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો એ જ યોગ્ય રહેશે.

કર્ક: રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર અને ગ્રહણ અનુકૂળ નથી ગણાતું. કામકાજ અટકવાનું, સંબંધોમાં અણબનાવ થવાનું અને મનમાં અસ્વસ્થતા અનુભવવાનું શક્ય છે. ઈર્ષા અને નકારાત્મક વિચારોને દૂર રાખીને સકારાત્મકતા જાળવવી ખૂબ જ જરૂરી છે, નહીંતર સમસ્યાઓ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

કન્યા: રાશિ સૂર્યનું ગોચર અને ત્યાર બાદ થતું સૂર્યગ્રહણ, કન્યા રાશિના જાતકો માટે સૌથી વધુ પડકારજનક સાબિત થઈ શકે છે. કારણ કે બંને જ ખગોળીય ઘટનાઓ કન્યા રાશિમાં જ બનવા જઈ રહી છે. આ સમયમાં કારકિર્દી સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. કામકાજમાં અવરોધ ઉભા થશે, નવા પ્રોજેક્ટમાં વિલંબ થશે અને તમને અપેક્ષિત પરિણામ નહીં મળે તેવી શક્યતા છે.

સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર કન્યા રાશિના લોકોને છે. કારણ કે સૂર્ય પહેલા કન્યા રાશિમાં ગોચર કરશે અને ત્યાર બાદ એ જ રાશિમાં ગ્રહણ થવાનું છે. આવા સમયમાં કારકિર્દી પર ભારે દબાણ આવી શકે છે, અટકેલા કામો વધુ લંબાઈ શકે છે અને ખર્ચમાં અચાનક વધારો થવાની શક્યતા રહેશે. સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે અને માનસિક ચિંતા વધશે.

આ રીતે જોવામાં આવે તો સૂર્યના ગોચર અને ગ્રહણનું આ દુર્લભ સંયોગ ચાર રાશિઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. વૃષભ, મકર, કર્ક અને કન્યા રાશિના જાતકોએ આ સમય દરમ્યાન ખાસ સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે ગ્રહોના રાજાનો આ રૌદ્ર સ્વરૂપ જીવનના અનેક ક્ષેત્રોમાં ખળભળાટ મચાવી શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Aanchal
error: Unable To Copy Protected Content!