ગ્રીષ્મા હત્યા કેસમાં આવ્યા સૌથી મોટા સમાચાર, ઘટનાના 69 દિવસ બાદ કોર્ટમાંથી આવ્યો એવો ફેંસલો કે… જુઓ

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા કેસની અંદર આરોપી હત્યારા ફેનિલ ગોયાણીને સજા થાય તેવી આખા ગુજરાતમાંથી માંગ ઉઠી રહી હતી, છેલ્લા ઘણા દિવસથી કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો હતો અને થોડા દિવસ પહેલા જ બંને પક્ષના વકીલોની દલીલો પણ પૂર્ણ થઇ હતી, જેના બાદ આજ રોજ આ કેસનો ફેંસલો આવવાનો હતો.

ત્યારે આ હત્યાના 69 દિવસ બાદ માસુમ ગ્રીષ્માનું ગળું કાપી અને તેને મોતને ઘાટ ઉતારી દેનારા હત્યારા ફેનિલ ગોયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જેના બાદ હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. ફેનિલને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેન દોષિત જાહેર કર્યો છે.

ફેનિલ ગોયાણીએ ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેના ઘરની બહાર જ સરાજાહેર ગળામાં ચપ્પુ મારી અને હત્યા કરી નાખી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જનતા દ્વારા પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીની પોલીસે ધપરકડ કરી લીધી હતી.

પોલીસે ગણતરીના દિવસોમાં જ કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી હતી, જેના બાદ કોર્ટની અંદર આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યું હતું. ગ્રીષ્મા તરફથી આ કેસને જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા. તો ફેનીલનો કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા. કોર્ટની અંદર સાક્ષીઓના નિવેદન અને તથ્યો રજૂ કર્યા બાદ બંને વકીલોએ દલીલો પણ કરી હતી. જેના બાદ આ કેસના ચુકાદાની રાહ જોવામાં આવી રહી હતી.

Niraj Patel