ખબર

ટ્રમ્પની સામે ટક્કર લેનારી આ છોકરીની ખેડૂત આંદોલન ઉપર કહેલી વાત મોદીને બહુ જ ખરાબ લાગવાની છે

માત્ર 18 વર્ષની ઉંમરમાં જ સ્વીડનની રહેવા વાળી ગ્રેટા થનબર્ગ પર્યાવરણના મુદ્દાઓ ઉપર ખુલ્લેઆમ પોતાની વાત રાખે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જયારે અમેરિકાના રાષ્ટ્ર્પતિ હતા ત્યારે પણ ગ્રેટા તેમનો ઘણો વિરોધ કરતી હતી, હવે તેને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

ગ્રેટાએ CNNમાં પ્રકાશિત થયેલા આર્ટિકલમાં એક ટ્વીટ કર્યું છે. અને તેમાં જણાવ્યું છે કે તે ભારતમાં ચાલી રહેલા ખેડુ આંદોલનનું સમર્થન કરે છે.

ગ્રેટની આ ટ્વીટ અમેરિકી પપ સ્ટાર રેહાનાના ટ્વીટ બાદ આવી હતી. રેહાનાએ ટ્વીટ કરીને કહ્યું કે ખેડૂત આંદોલન ઉપર વાત કેમ નથી થઇ રહી ? ત્યારબાદ ગ્રેટે ટ્વીટ કર્યું અને લોકો આ ટ્વીટ ઉપર વરસવા લાગી પડ્યા.

ઘણા લોકો ગ્રેટને એક બાળકી સમજીને જ્ઞાન આપવા લાગ્યા તો ઘણા લોકો ગ્રેટના અવાજ ઉઠાવવા ઉપર તેની પ્રસંશા પણ કરવા લાગ્યા.