સોસાયટીમાં ફ્લેટ લીધો, સફાઇ માટે સુંદર નોકરાણી રાખી, લોકરમાંથી 13 લાખના જ્વેલરી સાફ કરી ગઈ સીધી દેખાતી નોકરાણી, જુઓ ફોટાઓ 

ઘરની સાફ સફાઇ કે બાકીના કામોમાં મદદ માટે લોકો મેડ કે હાઉસ હેલ્પર હાયર કરે છે, પણ ઘણીવાર ઘરમાં કામ કરતા લોકો જ પોતાના માલિક કે જેમણે તેમને રોજી રોટી પૂરી પાડી તેમને જ લૂંટી લેતા હોય છે. હાલમાં એક ઘટના સામે આવી છે, જેમાં એક નોકરાણીએ ઘરની સાથે સાથે લોકરની પણ સફાઇ કરી દીધી. આરોપ છે કે તે ઘરમાંથી લાખોની જ્વેલરી અને રોકડા લઇ ફરાર થઇ ગઇ હતી. જો કે, પોલિસે તેની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો સામાન જપ્ત કરી લીધો છે.

ચર્ચા છે કે સોસાયટીવાળા પણ પોત-પોતાની નોકરાણી હટાવવાનો વિચાર કરી રહ્યા છે. આ મામલો ગ્રેટર નોએડાની એસોટેક સોસાયટીનો છે. જ્યાં જીટા-1 સેક્ટરમાં રહેનાર મુકેશ કુમારના ઘરે રવિવારે 12 માર્ચે મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ઘરમાંથી લાખો રૂપિયાના ઘરેણા અને રોકડા ગાયબ થઇ ગયા હતા. તેમણે સૂરજપુર પોલિસને આ મામલે જાણકારી આપી.

ખબર છે કે ચોરીની વારદાતને અંજામ આપ્યા બાદથી જ ઘરની કામવાળી કાજલે કામ પર આવવાનું બંધ કરી દીધુ હતુ અને તે અચાનક ગાયબ થઇ ગઇ હતી. પોલિસે તપાસ કરી તો તેમને ખબર પડી કે કાજલ નોએડાના સાકીપુરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પોલિસ તેના એડ્રેસ પર પહોંચી તો ત્યાંથી તે ફરાર થઇ ગઇ હતી. કાજળ મૂળરૂપી યૂપીના કુશીનગરની રહેવાસી હતી. પોલિસ કુશીનગર પહોંચી તો કાજલ ત્યાં એક ગેસ્ટ હાઉસમાં મળી.

આરોપી મેડ પાસે ચોરીના 13 લાખ ઘરેણા અને રોકડ 45,421 રૂપિયા પણ મળ્યા. જ્વેલરીમાં બે સોનાની બંગડી, આઠ વીંટી, એક સોનાની મોતીની માળા, એક નેકલેસ અને જરકીન સોનાની બે ઇયરિંગ સહિત બે ડાયમંડવાળા ટોપ્સ અને ત્રણ મોતીની માળાવાળા સોનાના પેંડેંટ સેટ સહિત અનેક આઇટમ મળી. પોલિસે બધો જ સામાન જપ્ત કરી તેની ધરપકડ કરી અને તેને કોર્ટે જેલ હવાલે ધકેલી હતી.

Shah Jina