પૌત્રએ દાદીનો વીડિયો બનાવતા બનાવતા પૂછી લીધું કે “શું તમે દાદાને કિસ કરી છે ?” શરમથી લાલપીળા થઈને દાદીએ જે કહ્યું તે જોઈને હેરાન રહી જશો, જુઓ વીડિયો

પૌત્રએ દાદીને પૂછ્યું “દાદાજીને કયારેય કિસ કરી છે ?” દાદી શરમથી થઇ ગયા પાણી પાણી, જુઓ વીડિયો

દરેક દાદા દાદી પોતાના પૌત્રોને ખુબ જ પ્રેમ કરતા હોય છે, પૌત્રો પણ દાદા દાદીને મમ્મી પપ્પા કરતા પણ વધારે પ્રેમ કરતા હોય છે. આપણા ગુજરાતીમાં એક કહેવત પણ ખુબ જ પ્રચલિત છે કે “મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય છે” એનો અર્થ થાય કે દીકરા કરતા પૌત્રો વધારે વહાલા હોય છે. દાદા દાદીના પ્રેમના ઘણા બધા વીડિયો પણ ઇન્ટરનેટ પર તમે વાયરલ થતા જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને લોકોના દિલ જીતી લીધા છે.

વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં દાદી અને પૌત્રનો પ્રેમ જોવા મળી રહ્યો છે. પૌત્ર દાદી સાથે મજાક કરવાના મૂડમાં છે પરંતુ દાદી આ વાતથી સાવ અજાણ છે, જયારે પૌત્ર તેની દાદીને પૂછે છે કે દાદી તમારા લગ્નને કેટલો સમય થયો. જેના જવાબમાં દાદી કહે છે કે હું અત્યારે 75 વર્ષની છું અને મારા લગ્ન 12 વર્ષની ઉંમરમાં જ થઇ ગયા હતા. જેના બાદ પૌત્ર દાદીને જે સવાલ પૂછે છે તે ખુબ જ રોચક છે.

પૌત્ર દાદીને પૂછે છે કે “શું તમે ક્યારેય દાદાજીનું ચુંબન લીધું છે” જેના જવાબ આપતા પહેલા જ દાદી શરમથી લાલ ચોળ થઇ જાય છે અને પછી પૌત્ર અને બંને બરાબર હસવા લાગી જાય છે. દાદી સાથે તેનો પૌત્ર ભોજપુરી ભાષામાં વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ તરુણ દાસીલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tarun K Dasil (@tarun_dasil)

આ વીડિયો શેર કરવાની સાથે જ તરુણે કેપશનમાં લખ્યું છે, “દાદી સાથેની વિચિત્ર વાતચીત” આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 10 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. સાથે જ અત્યાર સુધીમાં આ વીડિયોને 29 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વીડિયોને ઘણા લોકો જોઈને કોમેન્ટમાં હસવાના ઈમોજી પોસ્ટ કરતી રહ્યા છે તો ઘણા લોકોને આ વીડિયો ખુબ જ મજેદાર લાગી રહ્યો છે.

Niraj Patel