વાહ વાહ, પૌત્ર થવાની ખુશીમાં દાદાએ મોટો પ્લોટ કિન્નરોને આપ્યો દાન, કિંમત સાંભળી કહેશો વાહ વાહ, જાણો નીચે ડિટેઇલ
હરિયાણાના રેવાડીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દાદાએ પૌત્ર થવાની ખુશીમાં અભિનંદન આપવા આવેલા કિન્નરોને 100 ગજનો પ્લોટ ભેટમાં આપી દીધો. કિન્નરોને આપવામાં આવેલી આ ભેટની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. દાદા શમશેર સિંહ વ્યવસાયે મોટા જમીનદાર છે, તેમની પાસે પુષ્કળ જમીન છે. શમશેર સિંહનો પુત્ર પ્રવીણ યાદવ વ્યવસાયે વકીલ છે.
થોડા સમય પહેલા જ પ્રવીણને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. ત્યારે પ્રવીણ યાદવની પત્નીએ પ્રથમ સંતાન તરીકે પુત્રને જન્મ આપ્યો અને આ દરમિયાન કિન્નરો તેને અભિનંદન આપવા ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ઘરમાં નાચ-ગાન પણ ચાલ્યુ અને 10 મિનિટ સુધી નાચ-ગાન બાદ કિન્નરોએ અભિનંદન માંગ્યા. ત્યારે તરત જ દાદા શમશેર સિંહે તેમને 100 ગજનો પ્લોટ આપ્યો. જેની કિંમત 12 થી 15 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
જ્યારે શમશેર સિંહે પૂછ્યું કે તે આ પ્લોટમાં શું કરશે તો કિન્નરે કહ્યું કે તે પ્રાણીઓને રાખશે. તેના પર શમશેર સિંહે કહ્યું કે જો ભેંસ પણ જોઈતી હોય તો તે પણ આપશે. જણાવી દઈએ કે કિન્નરોને આપવામાં આવેલો આ પ્લોટ શહેરના ઝજ્જર રોડ પર ઈન્દિરા કોલોની અને રામસિંહપુરાની વચ્ચે છે. કિન્નર સપના ગુરુ, હિના અને કોમલ શમશેર સિંહના ઘરે પહોંચ્યા હતા.
કિન્નર સપના ગુરુએ કહ્યું કે તે છેલ્લા 20 વર્ષથી પરિવારોને વિવિધ પ્રસંગોએ અભિનંદન આપવા માટે મુલાકાત લઈ રહી છે. લોકો તેમને મોંઘા કપડાં, ભેટ અને રોકડ આપે છે. પણ જીવનમાં પહેલીવાર તેમને આવી ભેટ મળી છે. કિન્નરો શમશેર સિંહના ઘરે પહોંચ્યા હોવાની માહિતી મળતાં નજીકની મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી હતી.