પાટીદાર પરિવારમાં એકસાથે બે અર્થી ઉઠી : પૌત્રનું મૃત્યુ થયું તો દાદીએ પણ જીવ છોડ્યો, દર્દનાક ઘટના વાંચો
Grand Mother Died After Grand Sons Death : જીવન અને મૃત્યુ ક્યારેય આપણા હાથમાં નથી હોતું, કોણ ક્યારે આ દુનિયાને અલવિદા કહી દેશે એ કોઈ નથી જાણતું. પરંતુ મૃત્યુ એ ખુબ જ દુઃખદ ઘટના છે અને નાની ઉંમરમાં પરિવારના કોઈ વ્યક્તિનું મોત થઇ જાય તો આખા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડતો હોય છે. પરંતુ હાલ નવસારીથી એક એવી ઘટના સામે આવી છે જેને રૂંવાડા ઉભા કરી દીધા છે. પોતાના યુવાન પૌત્રના મોતની ખબર સાંભળીને દાદીને એવો આઘાત લાગ્યો કે તેમને પણ દુનિયાને અલવિદા કહી દીધું.
યુવાન પૌત્રનું મોત :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના વિજલપોર પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ અશ્વિનભાઈ કાસુંદરા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. આ બીમારીના કારણે ગત સોમવારના દિવસે જ તેમનું નિધન થઇ ગયું હતું. પોતાના પૌત્રના નિધનની ખબર દાદી લક્ષ્મીબેનને મળી અને તેની સાથે જ તેઓ આઘાતમાં સરી પડ્યા. દાદીના નિધન પહેલા તેમના છેલ્લા શબ્દો હતો કે “દીકરા તારી સેવા કરવા માટે આવું છું” અને પછી તેમને પણ દેહ ત્યાગ કર્યો.
આઘાત સહન ના કરી શક્યા દાદી :
પરિવારે આ મામલે જણાવ્યું કે દાદી વૃદ્ધ હતા અને તેના કારણે અશ્વિનના નિધન બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને ત્યારબાદ જ તેના નિધન અંગે દાદીને જાણ કરવામાં આવી હતી. જેના બાદ તેઓ રડવા લાગ્યા હતા અને આઘાતમાં આવી ગયા. દાદી પોતાના પૌત્રના નિધનનો આઘાત સહન ના કરી શક્યા અને તેમને પણ અનંતની વાટ પકડી લીધી હતી. તેમના નિધન બાદ તેમના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
પરિવાર પર દુઃખોનું આભ :
આમ પાટીદાર પરિવારમાં જ એક જ સાથે બે લોકોના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો છે. જુવાન જોધ દીકરાના મોતના કારણે પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું અને ત્યારબાદ દાદીનું પણ મોત થતા જ જાણે વજ્રઘાત લાગ્યો હોય તેમ અનુભવાઈ રહ્યું છે. દીકરા અશ્વિનના અંતિમ સંસ્કાર સોમવારના રોજ કરવામાં આવ્યા જયારે દાદીના અંતિમ સંસ્કાર મંગળવારના રોજ કરવામાં આવ્યા, હાલ આસપાસના લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે.