મિથુન રાશિમાં 4 દિવસમાં 3 ગોચર, ત્રિગ્રહી યોગનું નિર્માણ કરાવશે આ રાશિના જાતકોને ફાયદો

મિથુન રાશિમાં 4 દિવસમાં 3 ગોચર, ત્રિગ્રહી યોગનું નિર્માણ કરાવશે આ રાશિના જાતકો માલામાલ થવા તૈયાર થઇ જજો બસ

બુધની રાશિ મિથુનમાં જૂન મહિનાના બીજા સપ્તાહમાં મોટી હલચલ થવાની છે, મિથુન રાશિમાં 4 દિવસો સુધી ગ્રહ ગોચર ચાલશે. ગ્રહ પોતાના નિશ્ચિત સમય બાદ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. શુક્ર બુધની રાશિ મિથુનમાં 12 જૂને સાંજે 6.37 એ પ્રવેશ કરશે, જ્યારે બે દિવસ બાદ એટલે કે 14 જૂને બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

મિથુન રાશિમાં બુધનું ગોચર શુક્રવારે રાત્રે 11.09 વાગ્યે થશે. આ પછી 15 જૂને સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય મિથુન રાશિમાં શનિવારે રાત્રે 12.37 વાગ્યે પ્રવેશ કરશે. આ ત્રણ ગોચર માત્ર 4 દિવસમાં મિથુન રાશિમાં થશે અને એકસાથે ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે, જેની અસર કરિયર અને ધનના મામલે આ રાશિઓ પર નજર આવશે.

મિથુન રાશિના જાતકોના માન-સમ્માનમાં વૃદ્ધિ થશે, બિઝનેસ કરતા લોકોને પ્રોફિટ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશનના સંયોગ બની રહ્યા છે. સિંહ રાશિના જાતકો માટે પણ આ ગોચર શુભ રહેશે. કોઇ મોટી ખુશખબરી મળી શકે છે. સેલેરીમાં વધારો થઇ શકે છે અને આર્થિક રીતે શુભ સમય રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina