ગુજરાતના બિઝનેસમેન પ્રેમિકાને હોટલમાં લઇ જવા વાપરતો હતો પત્નીનું આધારકાર્ડ, હોશિયાર પત્નીએ આ રીતે ખોલી પોલ, જાણો સમગ્ર મામલો

આજના આધુનીયક યુગમાં લગ્નેત્તર સંબંધોના કિસ્સાઓ સામે આવવા કોઈ મોટી વાત નથી, પરંતુ ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જે સાંભળીને ઘણા લોકો હેરાન પણ રહી જાય છે. ત્યારે હાલ એક એવો જ હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિની પોલ એવી રીતે ખુલી જે જાણીને તમે પણ હેરાન રહી જશો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતનો એક બિઝનેસમેન તેની પત્નીને બેંગલુરુ જવાનું કહીને તેની એસયુવી કાર લઈને નીકળ્યો હતો. બિઝનેસમેનની પત્ની તેની જ કંપનીમાં ડાયરેક્ટર હતી. પત્નીએ તેના પતિની હિલચાલ ઉપર નજર રાખવામાં ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરાવ્યું હતું, જેના કારણે પત્નીને ખબર પડી કે પતિ બેંગલુરુ જવાના બદલે પુણે પહોંચ્યો હતો.

પુણેમાં પતિનું લોકેશન એક હોટલમાં બતાવ્યું હતું જેના બાદ પત્નીએ હોટલમાં તપાસ કરતા એવી માહિતી સામે આવી હતી જે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, પત્નીને જાણવા મળ્યું હતું કે તેનો પતિ જે મહિલા સાથે હોટલમાં રોકાયો હતો તેના નામનું આધારકાર્ડ તેની પત્નીના નામ ઉપર હતું. આ ઘટના ગત નવેમ્બર મહિનામાં ઘટી હતી.

જેનાબાદ પત્નીને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલુમ પડ્યું કે બિઝનેસમેન તેની પ્રેમિકા સાથે જ હોટલમાં રોકાયો હતો અને તેના માટે તેને તેની પત્નીનું આધારકાર્ડ વાપર્યું હતું. ત્યારે આ ઘટનાને લઈને પતિને પુણેના હિંજેવાડી પોલીસ મથકમાં પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel