60 વર્ષના થયા ‘હિરો નંબર 1’ ગોવિંદા, પરિવાર અને પેપરાજી સાથે કેક કાપી મનાવ્યો જશ્ન- જુઓ તસવીરો

ગોવિંદાએ પરિવાર અને પેપરાજી સાથે કેક કાપી મનાવ્યો જન્મદિવસ, જુઓ તસવીરો અને વીડિયો

જન્મદિવસ પર પૂરા પરિવાર સાથે સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ થયા ગોવિંદા, પેપ્સ સાથે કેક કાપી મનાવ્યો બર્થ ડેનો જશ્ન- જુઓ તસવીરો

બોલિવુડના ડાંસ કિંગ ગોવિંદા ગઇકાલે 60 વર્ષના થઇ ગયા. પોતાના બર્થ ડે પર એક્ટર પૂરા પરિવાર સાથે સ્પોટ થયા હતા. આ દરમિયાન અભિનેતાએ પેપ્સ સાથે બર્થ ડેની કેક પણ કાપી. ગોવિંદા હિન્દી સિનેમાના શાનદાર કલાકારોમાંથી એક છે. જન્મદિવસના અવસર પર ગોવિંદા પત્ની સુનીતા આહુજા, પુત્ર અને પુત્રી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ગોવિંદાનો આખો પરિવાર સંપૂર્ણ સ્વેગમાં જોવા મળ્યો હતો.

60 વર્ષના થયા ‘હિરો નંબર 1’ ગોવિંદા

જ્યારે ગોવિંદા બ્લેક શર્ટ, જેકેટ અને પેન્ટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા, જ્યારે પત્ની ગોલ્ડન અને બ્લેક કો-ઓર્ડ સેટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ગોવિંદાનો દીકરો યશવર્ધન આહુજા પણ ખૂબ જ હેન્ડસમ લાગતો હતો અને દીકરી ટીના આહુજા પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. ગોવિંદાએ પોતાનો જન્મદિવસ પેપ્સ સાથે પણ સેલિબ્રેટ કર્યો હતો.

પરિવાર અને પેપરાજી સાથે કાપી કેક

આ દરમિયાન ગોવિંદા ચોકલેટ કેક કાપી પત્ની અને બાળકોને ખવડાવતા જોવા મળ્યા. ગોવિંદાનો આ દરમિયાનનો વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો. જણાવી દઇએ કે, ગોવિંદાની છેલ્લી ફિલ્મ ‘રંગીલા રાજા’ હતી, જે વર્ષ 2019માં આવી હતી. જો કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ નહોતી કરી શકી.

ગોવિંદાની દીકરી અને દીકરાનું બોલિવુડ ડેબ્યુ

ગોવિંદાની દીકરી ટીનાની વાત કરીએ તો, તેણે 2015માં ફિલ્મ ‘સેકન્ડ હૈંડ હસબન્ડ’થી પોતાનું બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુ. ટીનાનું અસલી નામ નર્મદા છે, પણ ફિલ્મોમાં આવવાને કારણે તેણે તેનું નામ બદલ્યુ છે. ગોવિંદાના દીકરા યશવર્ધને પોતાના કરિયરની શરૂઆત અસિસ્ટન્ટ ડિરેક્ટરથી કરી. તેણે ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાની ઢિશુમ, કિક-2 અને તડપમાં તેમને અસિસ્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina