લિવર ટ્રાંસપ્લાન્ટના સફળ ઓપરેશન બાદ આ નામી અને દાનવીર ઉદ્યોગપતિએ કર્યુ એવું કામ કે તમને પણ જાણીને ગર્વ થશે…

કિરણ હોસ્પિટલને અધધ કરોડ દાનમાં આપશે અને 1500 કર્મીઓને આટલી મોટી બક્ષિશ આપશે- જાણો વિગત

છેલ્લા ઘણા સમયથી અંગદાન કરવાના કિસ્સા ઘણીવાર સામે આવે છે અને તેમાં વધારે કિસ્સા તો સુરતના જ રહ્યા છે. રાજયમાં સુરત શહેર અંગદાનમાં અગ્રેસર રહ્યુ છે. ત્યારે થોડા સમય પહેલા એક વલસાડની શિક્ષિકાને બ્રેનડેડે જાહેર કરવામાં આવી હતી અને તેના અંગોનું દાન કરવામાં આવ્યુ હતુ, તેમાં લિવર સહિત અનેક અંગોનું દાન કરવામાં આવ્યુ હતુ. આ શિક્ષિકાનું લિવર સુરતના દાનવીર ઉદ્યોગપતતિ ગોવિંદ ધોળકિયાને મળી જતા તેઓએ સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર ટ્રાંસપ્લાન્ટ કરાવ્યુ હતુ.

ગોવિંદ ધોળકિયા સુરતના દાનવીર ઉદ્યોગપતિ કહેવાય છે. તેમણે રામ મંદિર નિર્માણ માટે 11 કરોડનું દાન આપ્યુ હતુ. સુરતમાં લિવર ટ્રાંસપ્લાન્ટનો પ્રથમ કેસ હતો અને ગોવિંદ ધોળકિયાનું ઓપરેશન ખ્યાતનામ સર્જન ડો.રવિ મોહન્કા દ્વારા કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ સફળ ઓપરેશન બાદ તેમણે હોસ્પિટલને 1 કરોડનું દાન આપ્યુ છે અને આ ઉપરાંત તેમણે હોસ્પિટલના 1500થી વધુ કર્મચારીઓને 2000 હજાર રૂપિયા બક્ષીસ આપી છે.

ઉલ્લેખનીય છે કે, ગોવિંદભાઇ ધોળકિયાનું લિવર વર્ષ 2018થી ખરાબ હતુ અને તેઓની લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી ત્યારે હાલમાં જ થોડા સમય પહેલા તેમને ઓર્ગન ડોનર મળી જતા તેમણે તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લિવર ટ્રાંસપ્લાન્ટ કરાવ્યુ હતુ. ઓપરેશન ખૂબ જ સારી રીતે થયુ અને તે બાદ તેઓ સ્વસ્થ થઇ ઘરે પણ ચાલ્યા ગયા.

Shah Jina