સરકારી છોડ પણ સુરક્ષિત નથી ? કારમાં આવેલી બે ચોર આન્ટીએ કરી સરકારી છોડની ચોરી અને પછી…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે, કેટલાક લગ્નના હોય છે તો કેટલાક હાસ્ય ઉપજાવનારા હોય છે, ઘણીવાર તો પ્રાણીઓના પણ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે ખરેખર હેરાન કરી દે તેવો છે. વીડિયો જોયા બાદ નેટિજન્સ પોતાની તરફથી ક્યાસ લગાવી રહ્યા છે કે આખરે કારથી આવેલી આ ચોર આન્ટીએ સરકારી છોડને કેમ ચોરાવ્યા હશે ? બે મહિલાઓને કેમેરામાં છોડ ચોરી કરતા પકડવામાં આવી. આ વીડિયોને એક મીમ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી લગભગ 70 હજારથી વધુ વખત તેને જોવામાં આવ્યો છે.

CCTV ફુટેજમાં મોડી રાત્રે એક કાર રસ્તા કિનારે રોકાય છે અને કારથી બહાર એક કાળા રંગના કપડા પહેરી એક મહિલા આવે છે જે ફૂટપાથ પર વોક કરવાની એક્ટિંગ કરે છે. આ સાથે ગુલાબી રંગના કપડામાં પણ એક બીજી મહિલ છે જે મિશનને અંજામ આપે છે અને તે એ સમયે નજર રાખી રહી છે. કાળા રંગના કપડા પહેરેલી મહિલા ફુટપાાથ વચ્ચેથી એક સરકારી છોડને ઉખાડે છે અને પછી કારમાં લઇ જાય છે. તે બાદ તે કાર ત્યાંથી નીકળી જાય છે અને આ પૂરી ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જાય છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર્સે પોસ્ટના કોમેન્ટ બોક્સમાં હસતા ઇમોજીસ મૂક્યા છે. એક યુઝરે લખ્યું, બંને મહિલાઓ કારમાં મુસાફરી કરવા લાયક નથી.’ એટલું જ નહીં, અન્ય એક યુઝરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મોટા લોકો’.

 

View this post on Instagram

 

A post shared by MEMES.BKS🤟🙂 (@memes.bks)

વીડિયોમાં તમે જોઇ શકો છો, કેવી રીતે કાર આવે છે અને તે બે મહિલાઓ રસ્તા પર નજર રાખ્યા બાદ સરકારી છોડની ચોરી કરે છે. વિડીયોની ઉપર લખેલા લખાણમાં આપણે જોઈ શકીએ છીએ કે તેના પર લખ્યું છે કે સરકારી પ્લાન્ટ પણ સુરક્ષિત નથી.

Shah Jina