એક એવા શિક્ષક જેમના નિવૃત્ત થવા ઉપર આખું ગામ ભાવુક થયું, હાથી ઉપર બેસાડી, વરઘોડો કાઢીને આપી અનોખી વિદાય, જુઓ વીડિયો

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા, આ વાક્ય આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, શિક્ષકને આપણે ત્યાં ખુબ જ પૂજનીય માનવામાં આવે છે, શિક્ષક પોતાનું આખું જીવન વિધાર્થીઓ માટે સમર્પિત કરી દેતા હોય છે. ગામડાની અંદર શિક્ષકનું ખુબ જ માન- સન્માન હોય છે, જેના ઘણા ઉદાહરણો આપણને જોવા મળે છે.

જયારે શિક્ષક પોતાની ફરજમાંથી નિવૃત્ત થાય ત્યારે પણ તેમના વિધાર્થીઓ અને ગ્રામજનો ભાવુક થતા હોય છે, હાલ કંઈક એવો જ નજારો જોવા મળ્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શિક્ષકની વિદાય હાથી ઉપર બેસાડીને કરવામાં આવી રહી છે.

આ નજારો જોવા મળ્યો છે રાજસ્થાનના ભીલવાડામાંથી. જ્યાં શિક્ષક સેવાનિવૃત્ત થતા ગામના લોકોએ અનોખી રીતે તેમને વિદાય આપી. આવો નજારો આજ પહેલા કોઈએ ક્યારેય ના જોયો હશે ના સાંભળ્યો હશે. પોતાનો સેવાકાળ પૂર્ણ કરી ચૂકેલા શિક્ષકને ગામના લોકોએ વાજતે-ગાજતે હાથી ઉપર બેસાડીને વરઘોડો કાઢી તેમની વિદાયને યાદગાર બનાવી દીધી. આ મામલો ભીલવાડા જિલ્લાના અરવડ ગામનો છે.

રાજકીય સિનિયર હાયર સેકેન્ડરી સ્કૂલ અરવડમાં ભણાવવા વાળા વરિષ્ઠ શિક્ષક ભંવરલાલ શર્માના સેવા નિવૃત્ત થવા ઉપર તેમને આ સન્માન મળ્યું. આ સન્માન તેમને 20 વર્ષમાં બાળકોને આપેલા શિક્ષણના રૂપમાં આપવામાં આવ્યું. ભંવરલાલે વિધાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે સ્કૂલના ભૌતિક વિકાસમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું અને પોતાના નિવૃત્તિના સમયે મળવા વાળી 200000 રૂપિયાની રકમ પણ વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર લેબ બનાવવામાં લગાવી દીધી.

અધ્યાપક ભંવરલાલ શર્માનો હાથી ઉપર વરઘોડો કાઢતા પહેલા ગામના લોકોએ તેમના સન્માનમાં એક દિવસ પહેલા ગામમાં કવિ સંમેલનનું પણ આયોજન કર્યું હતું. આ વિદ્યાલયમાં કાર્યરત અધ્યાપક ગોપાલ લાલ કુમાવતનું કહેવું છે કે વરિષ્ઠ અધ્યાપક ભંવરલાલ શર્માએ સ્કૂલમાં બાળકોને ભણાવવાની સાથે સાથે તેમના અભિભાવકના રૂપમાં તેમને મોટીવેટ પણ કર્યા છે. તેનું જ પરિણામ છે કે વિધાર્થીઓ અને ગામના લોકોએ ભેગા મળીને તમેને હાથી ઉપર બેસાડીને વિદાય આપી.

Niraj Patel