BREAKING : અરવિંદ કેજરીવાલના નેતા ગોપાલ ઇટાલિયાની પોલીસે કરી ધરપકડ, કારણ જાણીને હેરાન રહી જશો

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પાર્ટી ગુજરાતની અંદર ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે, તો અન્ય રાજકીય પાર્ટી પણ પ્રચારમાં કોઈ કચાશ નથી રાખી રહી. ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનો પ્રચાર તેજ બનાવી રહી છે. આ દરમિયાન હાલ ખબર આવી રહી છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે.

ગોપાલ ઇટાલિયાની આ ધરપકડ પ્રધાનમંત્રી મોદી વિશે કરેલી વાંધાજનક ટિપ્પણી અંગે કરવામાં આવી છે. આજે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ગોપાલ ઇટાલિયાને બપોરે 12:30 કલાકે સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. રાજ્ય સભાના સંસદ અને ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરીને સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયું હોવાનું કહી NCWએ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ નોટિસ કાઢી હતી. આ નોટિસનો જવાબ આપવા આજે એટલે ગુરુવારના રોજ દિલ્હી સ્થિત NCWનું ઓફિસમાં ઈટાલીયા પહોંચ્યા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગોપાલ ઈટાલીયાનો મહિલાને સંબોધીને બોલવામાં આવેલો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ વીડિયો ક્યારનો હતો તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ રહ્યું, પરંતુ આ વીડિયો 2-3 વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે, વીડિયોની અંદર ગોપાલ ઈટાલીયા વડાપ્રધાન મોદીને “નીચ” કહેતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આ મામલો ખુબ જ ગરમાયો હતો. તો ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટીની આ માનસિકતાને દેશ વિરોધી ગણાવી હતી. તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધની આ ટિપ્પણી દ્વારા મહિલાઓનું પણ અપમાન થયું હોવાનું જણાવી તેમને નોટિસ પાઠવવામા આવી હતી.

Niraj Patel