ગુગુલ તમને બનાવી દેશે કરોડપતિ, કરવું પડશે તમારે આ એક નાનું કામ અને મળી જશે તમને 7 કરોડ રૂપિયા

કરોડપતિ બનાવના સપના દરેક વ્યક્તિ જોતા હોય છે. પરંતુ ઘણીવાર કિસ્મત સાથ નથી આપતી કે ઘણીવાર કોઈ નુકશાનીના કારણે પણ ઘણા લોકો નથી બની શકતા. પરંતુ જો તમારામાં આવડત હોય તો તમે કરોડપતિ બની જ શકો છો. હવે ગુગલ તમને કરોડપતિ બનવા માટેની તક આપી રહી છે. ગુગલ 7 કરોડ રૂપિયા જીતવાનો મોકો તમને આપી રહી છે.

ગુગલ દ્વારા હાલમાં જ એન્ડ્રોઇડ 12ને બીટા મોડમાં લોન્ચ કર્યું છે. જેનો મતલબ છે કે કેટલાક સિલેક્ટેડ ફોનની અંદર ગુગલ એન્ડ્રોઇડ 12ને ઓપરેટ કરશે. બીટા મોડમાં બગ્સ અને એરર મળવાની સંભાવના વધારે હોય છે. જેના કારણે તમારો સ્માર્ટફોન ચલાવવાનો અનુભવ ખરાબ થઈ શકે છે અથવા તો તે તમારા સ્માર્ટફોન માટે પણ ઘાતક સાબિત થઇ શકે છે. તેનાથી તમારો ફોન રિસ્પોન્સ આપવાનું પણ બંધ કરી શકે છે.

હવે ગુગલ એન્ડ્રોઇડ સિક્યોરિટી રિવૉર્ડ પ્રોગ્રામ અંતર્ગત તકનીકી વિશેષજ્ઞોને આ ઓએસમાં સિરિયસ ખામી શોદવા ઉપર લગભગ 7 કરોડથી પણ વધારે રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગૂગલે જણાવ્યું છે કે જે પણ તકનીકી સિક્યોરિટી રિસર્ચર ગુગલના બગ બાઉન્ટી માટે રસ ધરાવે છે તેમને એન્ડ્રોઇડ 12ને બે બીટા વર્ઝન એન્ડ્રોઇડ 12 બીટા વર્ઝન 1 અને એન્ડ્રોઇડ 12 બીટા વર્ઝન 1.1ને પીકેસલ ડિવાઈઝ માટે બનેલા આ ઓએસ બિલ્ડને એનલાઈઝ કરવું પડશે.

ગુગલ દ્વારા એન્ડ્રોઇડ રીવૉર્ડ બ્લોગમાં કહેવામાં આવ્યું કે જે પણ એન્ડ્રોઇડ 12ને બંને બિલ્ટમાં સિક્યોરિટી ખામીને 18 મેથી 18 જૂન સુધી શોધશે તેને 50 પ્રતિશત બોનસ પણ રીવોર્ડ એમાઉન્ટ સાથે આપવામાં આવશે. કંપનીનું એન્ડ્રોઇડ સિક્યોરિટી રિવૉર્ડ પ્રોગ્રામ એન્ડ્રોઇડ 12ને કોડ કવર કરશે જેનાથી આ બિલ્ટ પિક્સેલ ડિવાઝ ઉપર રન કરે છે અને કંપનીના અન્ય રિવૉર્ડ પ્રોગ્રામ તેમાં નથી આવતા.

ગુગલ દ્વારા બીટા વર્ઝન માટે ડિવાઈઝ લિસ્ટ પણ જાહેર કર્યું છે જેમાં Pixel 5, Pixel 4a, Pixel 4a 5G, Pixel 4, Pixel 4 XL, Pixel 3a, Pixel 3a XL, Pixel 3 અને Pixel 3 XL સામેલ છે.

Niraj Patel