કોરોનાનો હાહાકાર : એક જ દિવસમાં ગોંડલના SRP અને પરિવારના ત્રણ સભ્યોને એક સાથે જ ભરખી ગયો કોરોના, પરિવાર માથે તૂટી પડ્યું આભ

કોરોનાની બીજી લહેર દુનિયાભરમાં ઘણા લોકોનો જીવ લઈને જઈ રહી છે. ઘણા પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે. ત્યારે આ દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ખળભળાટ મચી ગયો છે.

ગોંડલમાં રહેતા એસ.આર.પી. કોન્સ્ટેબલ જીતેન્દ્ર સૂર્યવંશી સહીત તેમના પિતા અને બહેનનું કોરોનાના કારણે મોત થયું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના નિધનના કારણે સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. જીતેન્દ્રના સૂર્યવંશીનું તામિલાનડુમાં અને તેમના બહેન અને પિતાનું મહારાષ્ટ્રમાં નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ દોલતભાઈ હાલ તામિલનાડુ,આ વિધાનસભા ચૂંટણીને લઈને ફરજ બજાવી રહ્યા હતા. જ્યાં તેમની તબીય ખરાબ થતા અને કોરોના પોઝિટિવ આવવાના કારણે તેમને તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું વહેલી સવારે જ સારવાર દરમિયાન નિધન થયું હતું.

તો બીજી તરફ તેમના પિતા દોલતભાઈ અને બહેન મંગલબેનું તેમના વતન મહારાષ્ટ્રના બેટાવદ ગમે કોરોનાના કારણે નિધન થયું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોના આમ અચાનક મોતની ખબરથી પરિવારના માથે પણ આભ તૂટી પડ્યું હતું.

Niraj Patel