શું તમે કયારેય જોયા છે ઉડતા સોનેરી કાચબા ? વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો, “વાહ કુદરતનો કરિશ્મા વાહ !”

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કુદરતના એવા એવા કરિશ્માએ જોવા મળતા હોય છે કે તેને જોઈને આપણે પણ આફરીન થઇ જઈએ અને કુદરતની કરામતને નમન કરવાનું મન થઇ જાય. હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયો હોય.

દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. ઘણી વખત કુદરતના અનોખા રંગો અને કેટલાક પ્રાણીઓ જોઈને આશ્ચર્ય થાય છે કે, આંખો જે જોઈ રહી છે, તે ખરેખર સાચું છે. જો કે, વિશ્વમાં આવા લાખો પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેને જોઈને આશ્ચર્ય પણ થાય છે. હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો, જેમાં સોશિયલ મીડિયા પર યૂઝર્સ નાના કાચબા જેવા દેખાતા ભમરાને જોયા બાદ પ્રતિક્રિયા આપતા થાકતા નથી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ત્રણ જંતુના કદના જીવો ક્યારેક વ્યક્તિના હાથમાં બેઠેલા અને ક્યારેક ઉડતા જોવા મળે છે. જ્યારે તેઓ બેસે છે, તો એવું લાગે છે કે જાણે કોઈએ તે વ્યક્તિના હાથ પર સોનાનો નાનો કાચબો બનાવ્યો હોય, પરંતુ તે ઉડતા જ ખબર પડે છે કે તે ખરેખર સોનેરી ચમક આપતા નાના જંતુઓ છે, જેને જોઈને સૌ કોઈ છેતરાઈ જશે. આ ભમરાનો પરિવાર ક્રાઇસમેલિડેના કીડા મોટાભાગે લિફ્ટ બીટલના રૂપમાં ઓળખવામાં આવે છે અને તે અમેરિકામાં મળી આવે છે.

સામાન્ય રીતે કાચબો દેખાવમાં ઘણો મોટો હોય છે, પરંતુ આ દિવસોમાં આવા ભમરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કાચબા જેવો દેખાય છે, પરંતુ તેનું કદ ખૂબ નાનું છે. આ ભમરોનો રંગ સોનેરી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.

આ સુંદર કાચબાનો વીડિયો ટ્વિટર પર ‘અમેઝિંગ નેચર’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લખો લોકોએ જોઈ લીધો છે. જો જોવામાં આવે તો સમયાંતરે આ અનોખા જંતુઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે દરેક વખતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

મિઝોરી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝર્વેશન અનુસાર, આ સોનેરી કાચબાના ભમરો ગોળાકાર અને ચપટા હોય છે. તે સોના જેવી ચળકતી ધાતુ જેવી લાગે છે. તમને જણાવી દઈએ કે તેને ગોલ્ડબગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાના જંતુનો રંગ તેની વૃદ્ધિ સાથે બદલાય છે. જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે તેમનો રંગ બદલાય છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા અનુસાર, આ જંતુઓની આ અનોખી પ્રજાતિના ઈંડાને વિકસિત થવામાં લગભગ 40 દિવસનો સમય લાગે છે.

આ સોનેરી કાચબો ભમરો પૂર્વ ઉત્તર અમેરિકા, પશ્ચિમથી આશરે આયોવા અને ટેક્સાસમાં વ્યાપકપણે જોવા મળે છે. તે ફ્લોરિડામાં જોવા મળતા કાચબાની ત્રણ પ્રજાતિઓમાંની એક છે. ઉત્તરીય રાજ્યોમાં સામાન્ય રીતે વાર્ષિક માત્ર એક જ પેઢી હોય છે. ન્યુ જર્સીમાં, તેઓ પ્રથમ મે અથવા જૂનમાં દેખાય છે અને પછી ઇંડા મૂકે છે. તેમની નવી વસ્તી જુલાઈમાં જોવા મળે છે.

Niraj Patel