આ તસ્કરોએ મોઢાની અંદર એવી રીતે સંતાડ્યું હતું એક કિલો સોનુ કે પ્લાનિંગ જાણીને જ ચક્કર આવી જશે

સોનાની તસ્કરીને લઈને ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા આવી ઘણી સનની તસ્કરીઓનો પર્દાફાશ પણ કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો સોનુ સંતાડવા માટે એવા એવા હથકંડા અપનાવતા હોય છે કે તે જોઈને કસ્ટમ ઓફિસરો પણ હેરાનીમાં પડી જાય છે. હાલ પણ એક એવો જ મામલો સામે આવી રહ્યો છે.

આ તાજા મામલો દિલ્હી એરપોર્ટનો છે. અહીંયા સોનાની સ્મગલિંગ કરવાના આરોપમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યક્તિ પોતાના મોઢાની નાદાર લગભગ 1 કિલોગ્રામ સોનુ સંતાડીને લાવી રહ્યા હતા. પરંતુ જયારે કસ્ટમ વિભાગ દ્વારા તેમની તલાસી લેવામાં આવી ત્યારે તેમની બધી જ ચાલાકી નકામી નીકળી.

(પ્રતીકાત્મક તસવીર)

ન્યુઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે દુબઈથી ગ્રીન ચેનલમાં આવી રહેલા ઉબેકિસ્તાનના બે નાગરિકોની ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર ધરપકડ કરવામાં આવી છે. તલાશી લેવા ઉપર તેમના મોઢામાંથી 951 ગ્રામ સોનુ અને એક ધાતુની ચેન મળી આવી છે. તેમને દાંતની ઉપર સોનુ દ્ધવ્ય હતું અને ચેઇન મોઢામાં રાખી હતી. સોનાને જપ્ત કરી લેવામાં આવ્યું છે. દિલ્હી કસ્ટમ ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલો 28 ઓગ્સ્ટની રાતનો છે.


સોશિયલ મીડિયામાં હવે આ ઘટનાની ચર્ચા ખુબ જ જોર શોરથી ચાલી રહી છે. જેના ઉપર લોકો હવે કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો આ ચાલાકીને જોઈને પણ હેરાન રહી ગયેલા જોવા મળી રહ્યા છે.

Niraj Patel