દાઢી કરવાના મશીનમાં આ વ્યક્તિએ છુપાવી હતી એવી વસ્તુ કે અધિકારીઓ પણ જોતા જ રહી ગયા, જુઓ તસ્કરીનો એક નવો આઈડ્યા

ઘણા લોકો વિદેશમાંથી ભારતમાં આવે ત્યારે ગેરકાનૂની  રીતે સોનુ અને બીજી કિંમતી ચીજ વસ્તુઓ ચાલાકી વાપરી અને લાવતા હોય છે. પરંતુ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને ઝડપી લેવામાં આવે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં  પણ વાયરલ થતા હોય છે અને આ તસ્કરોના ભેજા જોઈને આપણે પણ હેરાન રહી જઈએ છીએ.

હાલમાં જ એવો એક ગોલ્ડ તસ્કરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દાઢી કરવાના ટ્રીમરમાં સોનુ લઇ જતો જોવા મળી રહ્યો છે. આમ તો ગોલ્ડ તસ્કરીના ઘણા બધા વીડિયો સામે આવતા રહે છે, પરંતુ આ પહેલીવાર જોવામાં આવ્યું કે ઘણા બધા ટ્રીમરની અંદર સોનુ ભરીને એક દેશથી બીજા દેશમાં લાવવામાં આવ્યું હોય.

સૌથી ખાસ વાત એ રહી કે આ ગોલ્ડ તસ્કરને એરપોર્ટ ઉપર જ ઝડપી લેવામાં આવ્યો. આ મામલામાં જાણકારી મળી છે કે સીમા શુક્લ અધિકારીઓએ એર અરેબિયાની ફલાઇટથી આવવા વાળા એક યાત્રીને પકડ્યો છે, જેની પાસેથી લગભગ 25 લાખ રૂપિયાનું સોનુ હતું. આ વ્યક્તિ ત્યારે શંકાના દાયરામાં આવ્યો જયારે તેને પોતાની બેગ તપાસ માટે એક્સ-રે મશીનમાં મૂકી.

જયપુરના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજાહથી એર અરેબિયાની ઉડાન સંખ્યા જી9 435થી આવેલા એક યાત્રી ઉપર સીમા શુલ્ક અધિકારીની શંકા થઇ હતી. તપાસ દરમિયાન તેની બેગની અંદર કેટલીક વસ્તુઓને જોવામાં આવી. પહેલા તો યાત્રીએ તપાસ દરમિયાન તેની પાસે કોઈ ધાતુ હોવાની વાતથી ઇનકાર કરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

પરંતુ જયારે અધિકારીઓએ તેની બેગ ચેક કરી ત્યારે તે હેરાન રહી ગયા. એક્સ-રે મશીનના સ્કેન કર્યા બાદ કટર મશીનોથી ટ્રીમર મશીનોને કાપવામાં આવ્યા. તેમાં કુલ 491 ગ્રામ સોનુ નીકળ્યું. આ યાત્રિકે સોનાની તસ્કરી કેવા માટે શેવિંગ ટ્રીમર મશીનની અંદર બેટરીની જગ્યાએ સોનાના બિસ્કિટ છુપાવી રાખ્યા હતા.

Niraj Patel