વિદેશથી આવેલો ચાલાક મુસાફર મોબાઈલના ફ્લિપ કવરમાં છુપાવીને લાવ્યો સોનાના બિસ્કિટ, કસ્ટમ અધિકારીઓને ચેકીંગ કરતા જોઈને કર્યું એવું કામ કે… જુઓ વીડિયો
ગુજરાત સમેત દેશભરમાં ઘણા બધા દાણચોરીના મામલા સામે આવે છે. જેમાં ઘણા વિદેશથી આવતા લોકો પોતાની સાથે વિદેશી નાણું અને સોનુ લઈને આવતા હોય છે. આવા લોકોને એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ તપાસ દરમિયાન ઝડપી પણ લેતા હોય છે. ત્યારે વિદેશથી આવી વસ્તુઓ લાવવા માટે તેઓ જે જુગાડ કરે છે તે જોઈને અધિકારીઓ પણ હેરાન રહી જતા હોય છે.
હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત એરપોર્ટ પર બિનવારસી હાલતમાં મોબાઈલના ફ્લિપ કવરમાં રાખેલા 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ બિસ્કિટ સામાન લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી લગેજ ટ્રોલીની અંદર એક ફ્લિપ કવરમાં હતા. કોઈ પેસેન્જર દ્વારા આ અંગેની માહિતી કસ્ટમ અધિકારીને આપી હતી. જેને લઈને કસ્ટમ અધિકારીઓએ તપાસ કરતા બિસ્કિટથી ભરેલું આ કવર જપ્ત કર્યું હતું.
મોબાઈલના ફ્લિપ કવરમાં મળી આવેલા આ 10 બિસ્કિટની કિંમત 68 લાખ રૂપિયા છે. જેનું વજન 1166 ગ્રામ હતું. આ અંગે એરપોર્ટ પર હાજર લોકોને આ અંગેની પુછપરછ કરતા કોઈએ પણ તેની માલિકીનો દાવો કર્યો નહોતો. અધિકારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર વિદેશી ફલાઈટના લેન્ડિંગ પછી કસ્ટમ અધિકારીઓના ચેકીંગથી બચવા માટે કોઈ વ્યક્તિ આ બિસ્કિટ ટ્રોલીમાં મૂકીને એરપોર્ટ બહાર નીકળી ગયો હશે.
View this post on Instagram
સુરત એરપોર્ટ પર આ પહેલી ઘટના નથી સામે આવી. આ પહેલા પણ DIR દ્વારા શારજાહ જતી ફલાઇટમાં એક વ્યક્તિને 2 લાખ દિરહમ એટલે કે 45 લાખ લઇ જતા વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિ પુસ્તકો અને કપડામાં દિરહમ છપાવીને લઇ જતો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આ વ્યક્તિ સોનુ ખરીદવા માટે આ ચલણ શારજાહ લઇ જતો હતો..