ભારતી સિંહ અને ગુજરાતી હર્ષ લિમ્બાચિયાએ કરાવ્યુ દીકરા સાથે ફોટોશૂટ, તસવીરમાં ગોલાનો જોવા મળ્યો એકદમ ક્યુટ લુક

ભારતીની જેમ જ એકદમ ગોલુમોલુ છે તેનો દીકરો લક્ષ, વિશ્વાસ ના થતો હોય તો જોઇ લો નવી તસવીરો

લાફ્ટર ક્વિન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા પોતાના દીકરા લક્ષ એટલે કે ગોલાનો દીદાર તો બધા સાથે કરાવી ચૂક્યા છે. સોમવારના રોજ લક્ષના જન્મના ત્રણ મહિના પછી કપલે આખરે ચાહકોને તેની પ્રથમ ઝલક બતાવી. ભારતીએ યુટ્યુબ પર વીડિયો શેર કરીને આખી દુનિયાને ‘ગોલા’નો ચહેરો બતાવ્યો. લક્ષની તસવીરો સામે આવતાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ હતી. કબજો દરેક વ્યક્તિએ લક્ષને ભારતીને કાર્બન કોપી કહ્યુ. ભારતીએ તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે પુત્રનો ચહેરો ત્રણ મહિના પછી બતાવ્યો હતો.

જે બાદ ભારતી અને હર્ષે હાલમાં જ કેટલાક કલાક પહેલા લક્ષ સાથેનું ફોટોશૂટ શેર કર્યુ છે. ભારતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી, જેમાં કપલ ગોલાને ક્યારેક પ્રેમથી નિહાળતા પોઝ આપી રહ્યા છે તો ક્યારેક તેને છાતીએ વળગાડી પોઝ આપતા જોવા મળી રહ્યા છે. પુત્રના જન્મ પછી ભારતીએ આ ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટો પોસ્ટ કરતા ભારતીએ લખ્યું- ‘મળો અમારા પુત્ર લક્ષને, ગણપતિ બાપ્પા મોર્યા’.

ભારતીની આ પોસ્ટ પરથી ચાહકોની નજર હટતી નથી. પુત્ર લક્ષ અને પતિ હર્ષ સાથે ભારતીના ક્યૂટ ફોટો પર સિને જગતના ઘણા લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ આવી હતી. આ સુંદર તસવીરો પર મુક્તિ મોહને લખ્યું – ‘ભગવાન તમને લક્ષ રાખે’, ટીવી અભિનેત્રી અદા ખાને કહ્યું – ‘માશાલ્લાહ’ અને નજરબટ્ટુનું ઇમોજી પણ આપ્યું. ત્યાં નીતિ મોહન, મૌની રોય, નકુલ મહેતા જેવા ઘણા સ્ટાર્સે હાર્ટ ઇમોજી શેર કરી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

રમૂજી કમેન્ટ કરતા કૃષ્ણા અભિષેકે લખ્યુ- ભાંજે. કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહે ઘણા લાફ્ટર શોમાં સાથે કામ કર્યું છે. સેલેબ્સની સાથે ફેન્સ પણ ભારતીની આ તસવીર પર પ્રેમ વરસાવ્યા વગર રહી શક્યા નથી. ઘણા યુઝર્સે ભારતી હર્ષને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. અંગત જીવનની વાત કરીએ તો, હર્ષ અને ભારતીના લગ્ન 3 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. ભારતી સિંહે 3 એપ્રિલ 2022ના રોજ ચાહકોને પુત્રના જન્મના સારા સમાચાર આપ્યા હતા. ભારતી અને હર્ષના પુત્રનું નામ લક્ષ છે, પરંતુ તેઓ પ્રેમથી તેને ગોલા કહે છે.

થોડા સમય પહેલા જ ભારતી તેના પુત્ર ગોલા સાથે તેની માતાના ઘરે ગઈ હતી, જેનો વીડિયો તેણે તેની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીના પુત્રનું તેની નાનીના ઘરે આરતી કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીએ જણાવ્યું કે તે તેની ભત્રીજી દીક્ષાને સરપ્રાઈઝ આપવા જઈ રહી છે અને તેની સાથે બર્થડે લંચમાં હાજરી આપશે.

Shah Jina