વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકીનો છેલ્લો વીડિયો આવ્યો સામે…

વડોદરામાંથી ગઇકાલે ખૂબ જ હ્રદયદ્રાવક ખબર સામે આવી. હરણી તળાવમાં બોટ પલટી મારી જતા 17 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ. આ પહેલા 14 લોકોના મોતની ખબર હતી જોકે, મૃત્યુ આંક આજે 17 થયો. પાણીગેટ વિસ્તારની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો સાથે હરણી તળાવના એડવેન્ચર પાર્કમાં પિકનિક પર ગયા હતા.

આ દરમિયાન બોટિંગ સમયે બોટમાં કેપેસિટી કરતા વધુ બાળકો બેસાડતા બેલેન્સ બગડ્યુ અને બોટ ઊંધી પડી ગઇ, જેને કારણે બાળકો અને શિક્ષકો ડૂબી ગયા હતા. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકી સકીનાનો એક વીડિયો સામે આવ્યો છે. જે તેણે પિકનિક પર જતા પહેલા બનાવ્યો હતો. આ દુર્ઘટનાની શિકાર શૌકત પરિવારની બે દીકરીઓ બની, શકીના શૌકત અને સૂફિયા શૌકત.

દુર્ઘટનામાં 9 વર્ષિય શકીનાનું મોત થયુ જ્યારે 13 વર્ષિય સૂફિયા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં દીકરીના મોત બાદ પરિવાર આઘાતમાં છે. પરિવાર દ્વારા દીકરીનો જનાજો કાઢવામાં આવ્યો હતો અને યાકુતપુરા મુસ્લિમ પંચના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

સાભાર : ઝી ન્યુઝ ગુજરાતી

Shah Jina