પ્રેમિકાના લગ્નનું બાબતે આવું કર્યું તો પ્રેમીએ પ્રેમિકાના આખા જ પરિવારને મોતને ઘાટ ઉતારીને દાટી દીધો, પ્રેમિકાનું ઇન્સ્ટાગ્રામ પણ…

ભયાનક ધ્રુજાવી દે એવો કિસ્સો: ગર્લફ્રેન્ડ આવું કરતી તો મંગેતરનો મગજ ફાટ્યો અને આખા પરિવારની ખરાબ રીતે હત્યા કરી- જાણો એવું તો શું કારણ હતું

દેશભરમાંથી હત્યાના ઘણા એવા એવા મામલાઓ સામે આવે છે કે સાંભળીને જ આપણું હૈયું કંપી ઉઠે છે. ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે મોતને વહાલું કરવાનું વિચારે છે તો ઘણા માથા ફરેલા પ્રેમીઓ એવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે કે જેની કલ્પના પણ ના કરી શકાય. એવો જ એક કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પ્રેમીએ તેની પ્રેમિકા સમેત આખા જ પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો.

આ મામલો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના દેવાસના નેમાવરમાંથી. જ્યાં એક પ્રેમીએ પ્રેમિકાથી તંગ આવીને પ્રેમિકા સમેત પાંચ લોકોની હત્યા કરી નાખી અને તેમના શબને ખેતરમાં 10 ફૂટ ઊંડો ખાડો કરી અને દબાવી દીધા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે મંગળવારના રોજ સાંજે ખોદકામ કરીને આ પાંચેય શબને બહાર કાઢી લીધા છે. આ બધા જ 13 મેના રોજથી લાપતા હતા.

તો આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર હત્યા પાછળ પ્રેમ પ્રકરણ બાદ લગ્ન માટે દબાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં રુપાલી નામની યુવતી મુખ્ય આરોપી સુરેન્દ્ર રાજપૂત પર લગ્ન માટે દબાણ કરતી હતી. હત્યાકાંડના થોડા દિવસ અગાઉ સુરેન્દ્રની મંગેતર અંગે ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક પોસ્ટ કરી હતી. ત્યારબાદ સુરેન્દ્રએ આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

સોશિયલ મીડિયામાં કરેલી આ પોસ્ટથી નારાજ થયેલ સુરેન્દ્રએ રુપાલીને ખેતરમાં લગ્ન અંગે વાત કરવા માટે બોલાવી અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. જેના બાદ તેની જ સ્કૂટીથી રુપાલીની 45 વર્ષીય માતા મમતાબાઈ, અને 14 વર્ષીય બહેન દિવ્યાને લાવીને તેમની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

જેના બાદ આ હત્યા પ્રકાશમાં ના આવે તે માટે થઈને મમતાબાઈના મતાબાઈની ભત્રીજી નીતુની 15 વર્ષીય દિકરી પૂજા અને 14 વર્ષીય દીકરા પવનને પણ એજ રીતે મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેના બાદ સુરેન્દ્રએ પાંચ લોકોની હત્યા કર્યા બાદ JCBની મદદથી ખેતરમાં ખાડો કરી તેમને દબાવી દીધા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ ઘટના બાદ 27 મેના રોજ મમતાબાઈની ભત્રીજી નીતૂ નેમાવર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેમને પોતાના દિકરા પવન અને દિકરી પૂજાના અપહરણની રુપાલી પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે સંપૂર્ણ ફોકસ રુપાલી પર કેન્દ્રીત કર્યું. આ દરમિયાન રૂપાલીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ એક્ટિવ હોવાનું જોવા મળતા તેમને હત્યાની કોઈ શંકા લાગી નહીં. પોલીસને લાગ્યું કે આ પરિવાર બીજે શિફ્ટ થઇ ગયો છે.

મમતાબાઈની મોટી દીકરી ભારતીએ પણ પાંચ સભ્યો ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસ પણ તેમને શોધવામાં લાગી ગઈ હતી. આ દરમિયાન સુરેન્દ્ર પણ પરિવારમાં ભળી ગયો હતો અને તે સતત એવું બતાવી રહ્યો હતો કે આ સમયમાં તે તેમની સાથે છે. હત્યાનો તેને કોઈને આશંકા પણ ના આવવા દીધી.

આ દરમિયાન રૂપાલીની કોલ ડિટેઇલ કાઢવામાં આવી, જેમાં સુરેન્દ્ર અને રૂપાલી વચ્ચે વાતચીત થઇ હોવાનું પણ સામે આવ્યું. આ ઉપરાંત ગામના લોકો દ્વારા સુરેન્દ્ર અને રૂપાલી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું પણ સામે આવતા પોલીસને શંકા વધુ ઘેરાઈ અને તેમને સુરેન્દ્રની અટકાયત કરીને કડક પુછપરછ કરી ત્યારે આ હત્યાનો સમગ્ર ભેદ ખુલ્લો પડ્યો.

પોલીસને સુરેન્દ્રએ જણાવ્યું કે, “મારું રુપાલી સાથે ત્રણ વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. મારા લગ્ન નક્કી થઈ ગયા હતા, રુપાલી તે માનવા તૈયાર ન હતી. તે સતત લગ્ન માટે દબાણ કરી રહી હતી. તેની આ હરકતોથી હું પરેશાન થઈ ગયો હતો. તેણે મારી મંગેતર દિવ્યાંશી વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક પોસ્ટ કરી હતી. હું એટલો બધો ગુસ્સામાં આવી ગયો કે મે તેને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું.”

Niraj Patel