બોયફ્રેન્ડનો જીવ બચાવવા ગર્લફ્રેન્ડ આપી કિડની, સાજો થતા જ યુવકે આપ્યો દગો, તમે વિચારી પણ નહીં શકો

એ તો આપણે બધા જાણીએ જ છીએ કે જ્યારે પણ કોઈનું બ્રેક અપ થાય છે ત્યારે તે સમયગાળો તેમના માટે બહુ મુશ્કેલ ભર્યો હોય છે. બ્રેક બાદ પાર્ટનર સાથે ભૂતકાળમાં વિતાવેલી સુંદર યાદો તાજી થાય છે અને પછી તેના કારણે વ્યક્તિને દુખ પણ થાય છે.પરંતુ આજે અમે જે મહિલાના બ્રેક અપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેની કહાની સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. કદાચ આવા બ્રેક અપની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આવું એટલા માટે કારણ કે આ યુવતીએ પોતાના બોયફ્રેન્ડનો જીવ બચાવવા માટે પોતાના શરીરનું એક અંગ આપી દીધું.

જો કે જીવ બચાવ્યા બાદ તેને ખબર પડી કે તેના બોયફ્રેન્ડે તેને દગો આપ્યો છે.કોલીન લી નામની છોકરી એક એવા છોકરા સાથે રિલેશનમાં આવી જેને કિડનીની જૂની બિમારી હતી અને તેને 17 વર્ષની ઉંમરે જ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી.તેને પ્રેમ કરનારી છોકરીએ તેને કિડની આપવાનું નક્કી કર્યું. જો કે બાદમાં બોયફ્રેન્ડે તેની સાથે બહુ ખરાબ વર્તન કર્યું. આ અંગે કોલીને કહ્યું કે કેવી રીતે તેના બોયફ્રેન્ડે તેની સાથે દગો કર્યો. એક ટોક શોમાં પોતાની પ્રેમ કહાની વિશે વાત કરતા કહ્યું કે, તેનો બોયફ્રેન્ડ કિડનીની બિમારીથી પિડીત હતો, તેથી મે મારા સાચા પ્રેમની અભિવ્યક્તિ માટે તેને એક કિડની આપવાનું નક્કી કર્યું.

આ છોકરીએ બોયફ્રેન્ડને કિડની આપી. જો કે નવાઈની વાત એ છે કે જ્યારે આ છોકરીને તેને કિડની આપવાનું નક્કી કર્યું ત્યારે તેમને રિલેશનને માત્ર 6 મહિના થયા હતા. કિડનીના ઓપરેશનનના સાત મહિના બાદ તેનો બોયફ્રેન્ડ લાસ વેગાસમાં બેચલર ટ્રિપ પર ગયો હતો.

પરંતુ જ્યારે તે ત્યાંથી પરત ફર્યો ત્યારે તેમણે કહ્યું, મે તને દગો આપ્યો છે. જો કે વાત ત્યાં જ પુરી ન થઈ. આ વિશે વાત કર્યા બાદ છોકરી કોલીને તેને બીજીવાર મોકો આપ્યો. જોકે ત્રણ મહિનામાં ફરી બન્ને વચ્ચે ઝઘડો થયો ત્યારે બાદ આ છોકરાને તેને છોડી દીધી અને તમામા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનફોલો કરી નાખી.

આ વાતને કોલીને ટીકટોક પર પણ શેર કરી છે. ટેકસ્ટમાં લખ્યું, હું મારા બોયફ્રેન્ડને કિડની આપીને બહુ ખુશ છું. કેમ કે તેને જીવનમાં બીજો મોકો મળ્યો. પોતાના ઘરમાં સુતેલા બોયફ્રેન્ડનો ફોટો પણ કોલીને શેર કર્યો હતો.આ ઘટનાએ ઈન્ટરનેટ જગતમાં ચકચાર મચાવી દીધી. ઈન્ટરનેટ પર કોલીનને કહેવા માટે લોકો પાસે ઘણી વસ્તુઓ હતી. એક યૂઝરે લખ્યુ, સૌથી મોટી વાત એ છે કે તમે જાણો છો કે તમારી પ્રેમ કરવાની ક્ષમતા અદભૂત છે, તમને પોતાના પર ગર્વ થવો જોઈએ.જ્યારે બીજાએ લખ્યું, મેમ તમે તમારી કિડની પરત લઈ લો. તો બીજા યૂઝરે લખ્યું, જો તે તમારા વિના રહી શકે છે તો તે તમારી કિડની વિના પણ રહી શકે છે.

YC